ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સ્વચ્છ ભારત અંગેની સંકલ્પના ને સાકાર કરવા તેમજ “સ્વચ્છતા હી સેવા” સૂત્રને સાર્થક કરતાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વડપણ નીચે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ “સ્વચ્છતા હી સેવા” ના કાર્યક્રમો આગામી બે મહિના સુધી ચાલનાર છે જેમાં આપણે સૌ સહભાગી બનીને પ્રચંડ લોકજુવાળ સાથે આ અભિયાન થકી સ્વચ્છતા જાળવી અન્યોને પણ સહભાગી થવા પ્રતસહિત કરીએ.
સર્વત્ર સ્વચ્છતા જાળવવાના નિર્ધારને પરિપૂર્ણ કરવા માટે આજથી જ આપણું આંગણું, આપણી શેરી અને આપણું શહેર સ્વચ્છ રાખીએ. “સ્વચ્છતા હી સેવા” સૂત્ર સાથે સરકારના સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપવા જાહેરમાં કચરો નાખવાનો ટાળીએ તેમજ ઘર પાસે નજીકના સ્થળોએ આવતી ટેમ્પલ બેલ વાનમાં જ કચરો નાખીને સ્વચ્છ ભારતના પ્રહરી બનીએ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2014 માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ (2જી ઓક્ટોબર) નિમિત્તે “સ્વચ્છ ભારત અભિયાન”ની શુભ શરૂઆત કરી હતી. વડાપ્રધાનશ્રીએ તમામ નાગરિકોને આપણાં દેશને હરિયાળો બનાવવાનું આહ્વાન કર્યું હતું. જેને અનુસરતા આજે સ્વચ્છ ભારત અભિયાન વિશાળ ઝુંબેશ બની ગયું છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગાંધીજયંતી બાદ આવનાર બે મહિના માટે “સ્વચ્છતા હી સેવા” ઉપક્રમ શરૂ કરાયો છે. જેના દ્વારા દરેક નાગરીક પોતાની આસપાસની ગંદકી દૂર કરી સ્વચ્છતા રાખવા કટિબદ્ધ બને. દરેક વ્યક્તિ નાનું પગલું સ્વચ્છતા તરફ લેશે તો ઘણા વ્યક્તિઓ સાથે જોડાઈને પ્રેરણાની અનોખી મશાલ બની શકે છે.
Recent Comments