અમરેલી

“સ્વચ્છતા હી સેવા”, “સેવાસેતુ” અને “એક પેડ મા કે નામ” અભિયાન અન્વયેજિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાયા

તાજેતરમાં અમરેલી તાલુકાના વરસડા ગામે “સ્વચ્છતા હી સેવા” “સેવાસેતુ” સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અમરેલી તાલુકા વિકાસ અધિકારીશ્રી, વરસડા સરપંચશ્રી, વરસડા તલાટી કમ મંત્રીશ્રી, ગામ આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.વડીયા તાલુકાના તોરી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી કૌશિકભાઇ વેકરીયા, બગસરા-વડીયા પ્રાંત અધિકારી શ્રી નંદાએ મુલાકાત લીધી હતી. રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સર્ટિફિકેટ અને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.મોટા લીલીયા તાલુકાના મોટા લીલીયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છતા  હી સેવા  અને એક પેડ મા કે નામ અભિયાન અન્વયે લીલીયા તાલુકા મામલતદારશ્રી અને લીલીયા તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Related Posts