fbpx
અમરેલી

સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) હેઠળ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં ગામડે – ગામડે સ્વચ્છતા અભિયાન પહોંચ્યું

સ્વચ્છતા હિ સેવાના અભિગમ સાથે રાજ્યવ્યાપી સ્વચ્છ ભારત અભિયાન તા.૩૧ ઓકટોબર, ૨૦૨૪ સુધી શરુ છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના અન્વયે ”સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા” માટે અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કાર્યરત છે, વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ કાર્યક્રમ અન્વયે સમગ્ર જિલ્લાના ગ્રામ્ય જીવનને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા ઝુંબેશ શરુ છે. દૈનિક વિવિધ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં સ્વભાવમાં સ્વચ્છતા માટે આદત અને સ્વભાવ કેળવાય. નાગરિકો સ્વૈચ્છિક રીતે વ્યકિતગત અને સામુહિક રીતે સ્વચ્છતા રાખવા અને જાળવવા પ્રેરિત થાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.આજરોજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) અંતર્ગત અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાઓના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ઘન અને પ્રવાહી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે હેતુથી વ્યકિતગત અને સામુહિક કમ્પોસ્ટ પીટ, સોકપીટ, શેગ્રીગેશન શેડ, DEWATs તથા ડોર ટુ ડોર કચરાના વ્યવસ્થા૫ન માટે સફાઇ સાઘનો વિગેરેનું નિર્માણ થઇ રહ્યું છે, ત્યારે આજના દિવસે ૧૩૧  સામુહિક કમ્પોસ્ટ પીટ, ૭૦ વ્યકિતગત કમ્પોસ્ટ પીટ,  ૨૩૦ સામુહિક સોકપીટ, ૧૨૪ વ્યકિતગત સોકપીટ, ૪૦ શેગ્રીગેશન શેડ તથા ૩ DEWATs મળીને કુલ ૫૯૮ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ.ગામડું ખરેખર કાયમ માટે સ્વચ્છ અને સ્વસ્થ બને, ગામ્ય વિસ્તારમાં કાયમી ધોરણે પ્લાસ્ટિક ઉ૫યોગ સદંતર અટકે, ગામ સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બની રોગચાળા મુકત બને તે ઉપરાંત કચરાના વ્યવસ્થાપનને લઈને સુદ્રઢ વ્યવસ્થાઓનું નિર્માણ થાય તે બાબતે સૌએ સહિયારા પ્રયત્નો કરવા જરુરી છે.

Follow Me:

Related Posts