fbpx
અમરેલી

સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત અમરેલી જીલ્લાના સાગર કિનારે સફાઈ કાર્યક્રમ યોજાશે

માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા મુજબ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ૭પ દિવસ માટે દેશનાં ૭પ૦૦ કિ.મી. દરીયા કિનારાની સફાઈ ઝુંબેશ ” સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન” અંતર્ગત પ મી જુલાઈ ર૦રર થી શરૂ કરવામાં આવી છે. તે સંદર્ભમાં અમરેલી જિલ્લાનો માન.પરશોતમભાઈ રૂપાલાનાં પ્રયાસથી સમાવેશ કરવામાં આવેલ છે. તે સંદર્ભમાં તા.૧૭/૦૯/ર૦રર ના રોજ દેશનાં વડાપ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદીનાં જન્મ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાની સેવાભાવી સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, ચૂંટાયેલા લોક પ્રતિનિધીઓ ભાજપનાં અમરેલી પદાધિકારીશ્રીઓ અમરેલી જિલ્લાનાં જુદા જુદા સમુદ્ર કિનારાઓ ૧.ચાંચ બંદર તા.રાજુલા ર.વારાહસ્વરૂપ મંદીર તા.જાફરાબાદ, ૩. વરૂડી માતાજી મંદીર
મું.વઢેરા તા.જાફરાબાદ, ૪.સરકેશ્વર મહાદેવ મંદીર, મું.બલાના, તા.જાફરાબાદ પ.રતનેશ્વર મહાદેવ મંદીર મું.રોહીશા તા.જાફરાબાદ, ૬.ધારાબંદર તા.જાફરાબાદ.

ઉપરોકત છ જેટલા સ્થળોએ અમરેલી જિલ્લાનાં સમુદ્ર કિનારાની સફાઈ કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા, અનેસીયુઆઈ ના ચેરમેન દીલીપભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઈ વેકરીયા, સાંસદ નારણભાઈ કાછડીયા,ધારાસભ્ય જે વી કાકડીયા, પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીની આગેવાની અને ઉપસ્થિતમાં યોજાશે જેમાં બહોળી સંખ્યામાં જિલ્લાની સામાજિક, સેવાકીય, શૈક્ષણિક સંસ્થાઓના કાર્યકર્તાઓને જોડાવવા આહવાન જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઈ વેકરીયાએ કરેલ છે. આ કાર્યક્રમમાં જોડાવવા રજીસ્ટ્રેશન કરવુ ફરજીયાત છે. આ સંદર્ભમાં સંપર્ક માટે જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ કાબરીયા, જિલ્લા કીસાન મોરચાનાં પ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા તેમજ મુકુંદભાઈ મહેતાનો સંપર્ક કરવો.

Follow Me:

Related Posts