fbpx
ગુજરાત

સ્વતંત્રતા દિને દાણીલીમડામાં ૧ કિ.મી. લાંબી તિરંગા યાત્રા યોજાયું

આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણની આગેવાનીમાં દાણીલીમડા વિસ્તારમાં ભારત જાેડો તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં તિરંગા સાથે એક કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી. નાના અને મોટાથી લઈ સૌ લોકો હાથમાં તિરંગા લઈ અને દેશભક્તિના રંગમાં રંગાયા હતા.દાણીલીમડાના એમએસ ગ્રાઉન્ડથી આ યાત્રા શરૂ થઈ હતી. આખા દાણીલીમડા વિસ્તારમાં યાત્રા ફરી હતી. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, ધારાસભ્ય શૈલેષ પરમાર, પ્રભારી બીમલ શાહ સહિત પાંચ હજારથી વધુ લોકો જાેડાયા આ યાત્રામાં જાેડાયા હતા. ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.હર ઘર તિરંગાનું જે લક્ષ્ય હતું તે પણ પૂરું થયું હતું. શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે પણ શહેર પ્રમુખ અમિત શાહ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર સહિત શહેર સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસ ભવન પાલડી ખાતે પણ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

પ્રદેશના અને શહેરના હોદ્દેદારો અને સેવા દળના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા નવરંગપુરા ખાતે આપના નેશનલ જાેઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાબરમતી વલ્લભ સદન સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના શહેરના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાથમાં તિરંગો લઈ અને મોટી સંખ્યામાં જાેડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રા નીકળી હતી સાથે જ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વાતંત્ર પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. છારોડી ખાતે એસજીવીપી ગુરુકુળના ગ્રાઉન્ડમાં અમદાવાદના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન કર્યું હતું જેમાં કલેક્ટર સંદીપ સાંગલે અને આ પોલીસવાળા અમિત વસાવા સહિતના લોકો હાજર રહ્યા હતા.દેશભરમાં ૭૬માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

ત્યારે અલગ અલગ જગ્યાએ ધ્વજ વંદન અને તિરંગા યાત્રા યોજાઈ હતી.અમદાવાદમાં પણ સરખેજમાં ૨૫૦૦ ફુટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજાઈ હતી જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો.૧ કિમી લાંબી યાત્રા દેશભક્તિના રંગમાં રંગાઈ ગઈ હતી.સરખેજથી ૨૫૦૦ ફુટ તિરંગા સાથે આજે યાત્રા શરૂ થઈ હતી.આ તિરંગા યાત્રા જુહાપુર સુધી ચાલી હતી.યાત્રામાં સ્કૂલમાં ભણતા બાળકો,સ્થાનિક નાગરિકો, ધાર્મિક સંપ્રદાયના વડા,પોલીસ સહિત મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. દેશભક્તિના ગીતો સાથે યાત્રા શરૂ થઈ હતી જેમાં આગળ લોકો ઝંડા લઈને ચાલી રહ્યા હતા અને પાછળ વિશાળ યાત્રા આવી રહી હતી.

Follow Me:

Related Posts