fbpx
અમરેલી

‘સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા’ ની થીમ હેઠળ સમગ્ર જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ ‘ કાર્યક્રમનો ઉમળકાભેર શુભારંભ

કેન્દ્ર સરકારના જળ શકિત મંત્રાલયના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા દર વર્ષે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલન દ્વારા સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અનુસંધાને રાજય સરકાર દ્વારા દ્વારા તા.૧૭ સપ્ટેમ્બર૨૦૨૪ થી તા.૩૧ ઓકટોબર૨૦૨૪ સુઘી સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪‘ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છેઆ અભિયાનની મુખ્ય થીમ ” સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા” રાખી ગ્રામ્ય જીવનને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા ઝુંબેશ હાથ ધરવા માટે સમગ્ર જિલ્લામાં જિલ્લા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં તા.૧૭ મી સપ્ટેમ્બરથી ” સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ ” અભિયાનની ઉજવણીનો પ્રારંભ થયો હતો.       

દૈનિક સ્તરે યોજવામાં આવતા કાર્યક્રમો દ્વારા લોકોના સ્વભાવમાં સ્વચ્છતા જાળવવા માટે અભિગમ આવેલોકો સ્વૈચ્છિક રીતે વ્યકિતગત અને સામૂહિક સ્વચ્છતા રાખવા પ્રેરિત થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કડીના ભાગરુપે જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ કાર્યક્રમનો અમરેલી તાલુકાના વરસડા ગામમાંથી શુભારંભ કરવામાં આવ્યો હતો. સાંસદશ્રી ભરતભાઇ સુતરિયા,  વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા,  તાલુકા પંચાયતના પ્રમુખશ્રીકારોબારી ચેરમેનશ્રીવિવિઘ ૫દાધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમની મુખ્ય થીમ સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા‘ ના માધ્યમથી ગ્રામ્ય જીવનને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. જેમાં સ્વૈચ્છિક રીતે જનભાગીદારીથી વિવિઘ જગ્યાઓની સામૂહિક સફાઇ હાથ ઘરી લોકોએ સ્વચ્છતાના શ૫થ ગ્રહણ કર્યા હતા. 

જિલ્લાના તમામ તાલુકાના એક-એક ગામમાં તાલુકા કક્ષાના કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા -૨૦૨૪નો શુભારંભ થયો હતો. વિવિધ તાલુકામાં અલગ-અલગ જગ્યાએ ધારાસભ્યશ્રીતાલુકા પંચાયતના પ્રમુખશ્રીવિવિધ સમિતિના ચેરમેનશ્રીજિલ્લા – તાલુકા પંચાયતનાસભ્યશ્રીસરપંચશ્રીસ્થાનિક આગેવાનોદાતાશ્રીઓ૫દાધિકારીશ્રીઓઅધિકારીશ્રીઓ ઉ૫રાંત બહોળા પ્રમાણમાં નાગરિકો જોડાયા હતા. ખાંભા તાલુકાના રાયડી તેમજ ધારી તાલુકાના લાખાપાદર ગામે ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા ઉ૫સ્થિત રહ્યા હતાગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ બનાવવા પ્રેરિત કર્યા હતા. ખરાં અર્થમાં જન ભાગીદારીથી ગામડું ખરેખર કાયમી ધોરણે સ્વચ્છ અને સ્વસ્થ બનેલોકો સ્વચ્છતાના આગ્રહી બનેવર્ષોથી એકઠો થયેલ કચરાનો કાયમી ધોરણે નિકાલ થાયકચરાનો નિકાલ થાય એ જગ્યા ૫ર વૃક્ષારો૫ણ થાય. ગામમાં કાયમી ધોરણે પ્લાસ્ટિકના ઉ૫યોગ પર સદંતર બંધ થાય. ઉકરડાનો નિકાલ થાયપાણી ભરાઇ રહેતા ખાડા ખાબોચિયાનો નિકાલ થાયગામ સ્વચ્છસ્વસ્થ અને હરિયાળું બની રોગચાળા મુકત બને તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની સમૃધ્ધિસંસ્કૃતિ અને ૫રં૫રાસ્વચ્છતા અને હરિયાળા ૫ર્યાવરણ પ્રત્યેની કટિબધ્ધતા દર્શાવવા યુવાઓસ્વયંસેવકો અને સમુદાયના સભ્યોને સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર અભિયાનમાં જોડાવા અને શ્રમદાન આ૫વા અનુરોધ કરવામાં આવ્યો છે.વરસડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અમરેલી પ્રાંત અધિકારીશ્રીનાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસૂલ)તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાતેમ અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts