સ્વરા ભાસ્કરે ભગવા કપડામાં ફોટોશૂટ કરાવ્યું, લુક જાેઈ લોકો ભડક્યા
હાલમાં જ એક્ટ્રેસે પોતાના ગ્લેમરસ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યો હતો. તેની તસવીરો સ્વરાએ ઈંસ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. પણ સ્વરાને પોતાના મેટરનિટી શૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવી ભારે પડી છે. તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, સ્વરા ભાસ્કરે આ વર્ષે ફહાદ સાથે લગ્ન કર્યા હતા અને થોડા સમય બાદ તેણે પ્રેગ્નેન્સીની જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. તો વળી હવે એક્ટ્રેસે પોતાની મેટરનિટી ફોટોશૂટની તસ્વીરો શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં સ્વરા ભાસ્કરે ભગવા રંગનો ડ્રેસ પહેરેલી જાેવા મળે છે.
સાથે જ બેકગ્રાઉન્ડમાં પણ ભગવા રંગ છે. તેણે પોતાની આ તસવીરો શેર કરવાની સાથે એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું છે કે, જેન્ટલ રિમાઈંડર પ્રેગ્નેન્સી કોઈ પણ અન્ય સમયની માફક ગ્લેમર માટે પણ સારો સમય છે. તો વળી સ્વરાની આ તસવીરોને લઈને હવે ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. હકીકતમાં સ્વરાના ભગવા રંગના આઉટફિટ અને બેકગ્રાઉન્ડને લઈને અમુક લોકોએ ઓપઝેક્શન ઉઠાવ્યું છે. એક યુઝરે લખ્યું કે, બૈકગ્રાઉન્ડમાં ભગવો, અંધભક્તોને હજુ કેટલું વધારે જલીલ કરશે સ્વરા. તો વળી એક યુઝરે લખ્યું કે, આ સનાતની સંસ્કૃતિ નથી શરમ કરો. કેટલાય યુઝર્સ સ્વરાને ટ્રોલ કરી રહ્યા છે.
જાે કે અમુક લોકોએ સ્વરાને શુભકામના પણ આપી છે અને તેના લુકના વખાણ કર્યા છે. સ્વરા અને તેના પતિ ફહદે ૬ જુન ૨૦૨૩ના રોજ પ્રેગ્નેન્સીની અનાઉસમેન્ટ કરી હતી, ત્યારથી એક્ટ્રેસ પોતાના ફેન્સ સાથે પોતાની નવી જર્નીની ઝલક દેખાડે છે. ૨૮ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ એક્ટ્રેસે પોતાના આઈજી હૈંડલ પર પોતાના પતિ ફહાદ સાથએ અમુક શાનદાર તસવીરો અપલોડ કરી હતી. ફોટોમાં નેચરની બ્યૂટી વચ્ચે પેરેન્ટ્સ ટૂ પણ કપલ તસ્વીર ક્લિક કરાવતા દેખાઈ રહ્યા છે. એક તસવીરમાં ફહદને સ્વરાના બેબી બંપને પંપાળતા જાેવા મળે છે. તો વળી બીજી તસવીરમાં લવબર્ડ્સ એક સાથે મસ્તી ભરી ક્ષણો એન્જાેય કરતા જાેવા મળે છે. સ્વરાએ ફ્લોરલ પ્રિન્ટેડ મેક્સી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે ફહદે બેસિક શર્ટ પેન્ટ સેટમાં પહેર્યો હતો.
Recent Comments