અમદાવાદ શહેર અને જિલ્લામાં આગામી તા.૧૫મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદની જિલ્લા કક્ષાની ઉજવણી બાવળા ખાતે કરવામાં આવશે. જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાશે અને તેમના હસ્તે ધ્વજારોહણ કરાશે. બાવળાના એ.પી.એમ.સી. ખાતે જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણીની તૈયારીઓમાં જિલ્લા વહીવટીતંત્ર અત્યારથી જ કાર્યરત થઈ ગયું છે.જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા કામગીરી શરૂ કરી દેવાઈ છે.
વધુમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન પણ યોજાનાર છે. સમગ્ર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ની ઉજવણી કરવામાં આવશે. ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ પણ ‘હર ઘર તિરંગા’ અંતર્ગત તિરંગા યાત્રા અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. બાવળા ખાતે યોજાનાર સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં સમગ્ર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા જિલ્લાના પદાધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહેશે.
Recent Comments