સ્વાતંત્ર પર્વ પ્રસંગે નમતી સાંજે ક્રિંડાંગણ ના વિદ્યાર્થીઓ એ ૧૯૫૩ થી કાર્યરત સંસ્થાના રંગમંચ ઉપર દેશ ભક્તિ ના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયો..
ભાવનગર શિશુવિહાર સંસ્થાના તાલીમાર્થીઓએ વાલીઓ , દર્શકોની તથા ટ્રસ્ટીઓની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રભક્તિ ઉજાગર કરતા ડાન્સ, ભાતીગળ સમુહ નૃત્યો તથા સંસ્થા બાલમંદિર માં ચાલતા ૮૧ માં અનુભવ વર્ગ ની બહેનો એ ગરબોના પ્રસ્તૃતિ કરી હતી..આ પ્રસંગે ભાવસાર મહિલા મંડળ ગ્રુપ, વાસુકી કરાઓકે , નટરાજ કલા સંસ્થા, સુર સંગમ , સુર સંગીત , કાદરભાઈ શેખ સંગીત ગ્રુપ એ સાંસ્કૃતિક મંચના કલાકારોની ભેગા મળીને ૨૨ કૃતિઓ રજૂ થઈ હતી મોડી સાંજે ભોજન સાથે સંપન્ન થયેલ રાષ્ટ્રીય વંદના કાર્યક્રમમાં ૪૦૦ થી વધુ નાગરિકો હાજર રહીને હર ઘર તિરંગા ની ભાવનાને સાર્થક કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી ભાવના બહેન પંડ્યા , શ્રી હરેશભાઈ ભટ્ટ, કમલેશભાઈ વેગડ યે કર્યું હતું
Recent Comments