fbpx
અમરેલી

સ્વામિનારાયણ ગુરૂકુળ-સાવરકુંડલા ખાતે ૩૧૭ મો ફ્રી નેત્ર કેમ્પ યોજાયો

સ્વામિનારાયણ ગુરૂકુળ – સાવરકુંડલા ખાતે દર મહિનાના પ્રથમ શુક્રવારે જરૂરીયાતમંદ લોકો માટે ફ્રી નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં આંખને લગતા રોગોથી પીડાતા દર્દીઓ લાભ લે છે. આ કેમ્પમાં દર માસે સેંકડો દર્દીઓ લાભ લે છે. આ કેમ્પમાં દર્દીઓ માટે ગરમ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તે અંતર્ગત તા. ૭/૭/૨૦૨૩, શુક્રવારે ૩૧૭ માં ફ્રી નેત્ર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં આશરે ૧૩૭ જેટલા આંખના રોગના દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પની શરૂઆતમાં પ્રથમ દર્દીઓએ નામ નોંધાવવાનું હોય છે. જેમાં નામ નોંધાવેલા દર્દીને ટોકન આપવામાં આવે છે અને ક્રમાનુસાર દરેક દર્દીની તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ મોતિયા ઓપરેશનની જરૂરીયાત વાળા દર્દીઓને શિવાનંદ હોસ્પિટલ-વિરનગર ખાતે સ્પે. બસ દ્વારા મુકામે લઈ જવામાં આવે છે અને ત્યાં તેનું વિનામૂલ્યે ઓપરેશન કરી તેઓને પરત સાવરકુંડલા મૂકી જવામાં આવશે. આ કેમ્પમાં કુલ ૨૦  દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે લઇ જવામાં આવેલ છે. સ્વામિનારાયણ ગુરૂકુળના શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજીની પ્રેરણાથી આ ફ્રી નેત્ર કેમ્પ વરસોથી કરવામાં આવી રહેલ છે. જે જરૂરીયાતવાળા દર્દીઓ માટે ખરેખર આશીર્વાદ સમાન છે.

Follow Me:

Related Posts