ભાવનગર શિશુવિહાર સંસ્થાના આજીવન પ્રમુખ તથા ભાવનગર રેડક્રોસ ના સ્થાપક સભ્ય ડૉ. નિર્મળભાઈ ન્યાલચંદભાઈ વકીલની પૂણ્ય સ્મૃતિમાં ૩૨ મો વૃદ્ધજન સન્માન સમારોહ તા. ૨૭ એ શિશુવિહાર પ્રાંગણ માં યોજાઈ ગયો…
જીવન વિકાસ નો સંદેશ ગુજરાતભર માં વ્યાપક બનાવનાર વિદ્યાનિધિ ટ્રસ્ટનાં અધ્યક્ષ સ્વામીની શ્રી સુલભાનંદાજી ની અધ્યક્ષતામાં યોજાએલ વડીલ વંદના કાર્યક્રમમાં અગાવથી નોંધાયેલ અને ૭૦ થી વધુ વય ધરાવતા ૨૦૦ થી વધુ વડીલો સ્મૃતિભેટ તરીકે દિવ્ય જીવન સંઘના વિચાર વર્ધક પુસ્તકો. વડીલો માટે ફેફસાની કસરતના તેમજ જરૂરી દવાઓ રાખવાના સાધનો આપવામાં આવેલ..
વડીલો સન્માન અને સહયોગ થી જીવન વિતાવે તેવા આશય થી લોક સેવક શ્રી માનભાઈ ભટ્ટ દ્વારા છેલ્લા ૩૧ વર્ષ થી પ્રારંભાયેલ વડીલ વંદના અંતર્ગત જીવન સંધ્યાના આખરી પડાવે હકારાત્મક રીતે જીવન વ્યતીત કરતા સેવાભાવી સર્વાંદ્દય કાર્યકર શ્રી મનુભાઈ શાહ. સંનિષ્ઠ નિવૃત સરકારી અધિકારી શ્રી નટવર ભાઈ ચાંચડ, ટેક્સટાઈલ એન્જીનિયર શ્રી દિનેશચંદ્ર શાહ તેમજ ભાવનગરનાં જાણીતા પરગજુ વકીલ શ્રી જે.જે. ચૌહાણ નું વિશેષ અભિવાદન સ્વામી શ્રી સુલભાનંદાજી દ્વારા થયું હતું.
ભાવનગર રોટરી તેમજ શિશુવિહાર સંસ્થાનાં ટ્રસ્ટી ડૉ. મનીષભાઈ વકીલ પરિવારનાં સૌજન્ય થી યોજાયેલ વડીલ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ વડીલોને લાડુ ના ભોજન નો આનંદ લીધો હતો , શ્રી અચ્યુતભાઈ મહેતા તેમજ લલિતભાઈ શાહ તરફથી વિશેષ સાધન સહાય માટે આભાર વ્યક્ત કર્યો હતો.
શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ કાર્યક્રમ નો પ્રારંભ લોસ એન્જેલર્સથી પધારેલ ગાયક શ્રી મીનાબેન મોદી ના ભજનો થી થયો હતો સ્વાગત ડોક્ટર નાનકભાઈ ભટ્ટે કર્યું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રાધ્યાપક ડોક્ટર છાયાબેન દ્વારા થયું આ પ્રસંગે શિશુવિહાર ના કાર્ય કરો એ વડીલોની સંભાળ રાખી પ્રશંશનીય કાર્ય યોજ્યું હતું.
Recent Comments