સ્વામી નારાયણ ગુરૂકુળ ખાતે સત્સંગ અભ્યુદય યાત્રા એવમ દિવ્ય શાકોત્સવ ૪૦ ગ્રામ્ય વિસ્તારો માંથી હજારો સત્સંગી ની ઉપસ્થિતિ અયોધ્યા થી પુજીત અક્ષીત કુંભ નું આગમન થતા ભવ્ય સત્કાર
દામનગર સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે સત્સંગ અભ્યુદય યાત્રા માં હજારો સત્સંગી ઓને વરિષ્ઠ સંતો ની શ્રી મુખે દિવ્ય વાણી લાભ સત્સંગ અભ્યુદય યાત્રા એવમ દિવ્ય શાકોત્સવ માં સાનુકૂળ સાંપ્રત સમય માં આધ્યાત્મિક ધાર્મિક ઉન્નત થવા નું સૌથી મોટું પરિબળ તો સ્વામી નારાયણ ભગવાને બતાવેલ સિદ્ધાંતો નું ઉત્તમ આચરણ કરતા સત્સંગી પરિવારો એ ભગવાને બતાવેલ નિયમ ધર્મ નું પાલન કરી પોતા અને પરિવાર માં કાયમ સતસંગ ને ભક્તિ રૂપી દિવેલ પૂરતા રહ્યા છે દામનગર ગુરૂકુળ અને સ્વામી નારાયણ મંદિરો દ્વારા થતી વ્યસન મુક્તિ શિક્ષણ આરોગ્ય સહિત ના ક્ષેત્રે દામનગર ગુરુકુલ ના કોઠારી સ્વામી ચંદ્રપ્રકાશદાસજી સ્વામી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી આનંદસ્વરૂપદાસજી ની દુરંદેશી ને વરિષ્ઠ સંતો એ બિરદાવી દામનગર ગુરુકુળ દ્વારા અનેક વિધ સદપ્રવૃત્તિ ની સુપેરે નોંધ લેતા વરિષ્ઠ સંતો દ્વારા અંતર થી આશિષ પાઠવ્યા હતા
ભગવાન સ્વામી નારાયણ ના સમગ્ર જીવન કવન પ્રાગટય થી લઈ અંતરધ્યાન સુધી ના દર્શન ને તાદ્રશ્ય કરાવતા ગઢપુર થી પધારેલ સંતો એ વડતાલ દેશ ના ગઢપુર ટેમ્પલ બોર્ડ નીચે આવતા સંપ્રદાય ના આશ્રિતો દામનગર દહીંથરા કાચરડી આંબરડી ધામેલ રાભડા ઠાંસા મૂળિયાપાટ ધ્રુફણીયા પ્રતાપગઢ છભાડીયા પીપળવા ભુરખિયા ઇગોરાળા હાવતડ પાડરશીંગા વિકળિયા હરજીરાધાર સહિત ૪૦ થી ગ્રામ્ય માંથી હજારો સત્સંગી સમાજ ની વિશાળ હાજરી માં અયોધ્યા થી પુજીત અક્ષીત કુંભ નું આગમન ભવ્ય સત્કાર સાથે વરિષ્ઠ સંતો એ સત્સંગ અભ્યુદય યાત્રા એવમ શાકોત્સવ મહોત્સવ માં અક્ષીત કુંભ નું પૂજન અર્ચન દર્શન થી હજારો શ્રધ્ધાળુ ભાવિકો એ ધર્મલાભ મેળવ્યો હતો સત્સંગ અભ્યુદય યાત્રા ભવ્ય શાકોત્સવ માં આચાર્ય મહારાજ પૂજ્ય રાકેશપ્રસાદજી ઓન લાઈન આશિષ પાઠવ્યા હતા ૪૦ ગ્રામ્ય વિસ્તારો માંથી પધારેલ હજારો સતસગી સમાજ ની વિશાળ હાજરી થી સંતો પણ ગદગદિત થતા ભગવાન શ્રી સ્વામી નારાયણ ના આશ્રિતો ઉપર કાયમ અમી દ્રષ્ટી રહે તેવી પ્રાર્થના સાથે ગઢપુર સ્વામી નારાયણ મંદિર દ્વારા દામનગર સહિત અસંખ્ય ગ્રામ્ય ક્ષેત્રે ગરીબ ગુરબા અતિથિ અભ્યાગતો પરિવાર માં હજારો ની સંખ્યા માં કડકડતી ઠંડી ગ્રીષ્ઠ નો અહેસાસ કરાવતા ગરમ ધાબળા બેન્કેટ વિતરણ કરાયા હતા
Recent Comments