અમરેલી

સ્વામી વિવેકાનંદ ક્વિઝમાં જનતા વિદ્યાલય  તાતણિયાની હેટ્રિક. 

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર ,બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થયા હોઈ ઉજવાઇ રહેલ અમૃત મહોત્સવના અનુસંધાને થઇ રહેલ વિવિધ પ્રવૃત્તિઓમાં એક શ્રી રામકૃષ્ણ  મિશન દ્વારા યોજાતી સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધાની પ્રવૃત્તિ પણ છે. તારીખ: ૦૭/૧૨/૨૦૨૩ને ગુરુવારના રોજ શાળાના ૨૦ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં જ સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધાની પ્રથમ ક્વિઝ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં નોંધપાત્ર બાબત એ હતી કે તેમાં બધાં જ વિધાર્થીઓ ઉતીર્ણ થયેલાં. જેમાં સોલંકી વૈભવ હસમુખભાઈએ પ૦ માંથી ૫૦ માર્ક્સ, ભમ્મર સોનલબેન કાળુભાઈએ ૪૯ અને ગોહિલ કરણ કનુભાઈએ ૪૮ માર્ક્સ સાથે મેઈન પરીક્ષામાં પ્રવેશ મેળવેલ. તારીખ : ૧૮/૦૧/૨૦૨૪ને ગુરુવારના રોજ દીપક હાઈસ્કુલ, અમરેલી પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીએ મેઈન પરીક્ષામાં હાજરી આપેલી.

આ ૧૨મી સ્વામી વિવેકાનંદ  રાજ્ય સ્તરીય ક્વિઝ સ્પર્ધામાં ગુજરતના ૩૩ જિલ્લાની કુલ ૫૧૬ શાળાના કુલ  ૪૨,૦૯૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાંથી  જનતા વિદ્યાલય ,તાતણિયાના વિદ્યાર્થી સોલંકી વૈભવ હસમુખભાઈ અમરેલી જિલ્લામાં સતત ત્રીજીવાર પ્રથમ સ્થાને આવેલ  અને રાજ્ય કક્ષાએ દ્વિતિય સ્થાને આવેલ. જેનો સત્કાર સમારંભ તારીખ: ૦૪/૦૨/૨૦૨૪ને રવિવારે રાજકોટ રામકૃષ્ણ મિશન ખાતે રાખવામાં આવેલ. તેમની આ સિદ્ધિ બદલ ટ્રસ્ટ પરિવાર, શાળા પરિવાર અને ગ્રામજનો તરફથી તેમના પર અભિનંદનની વર્ષા થયેલ. આવી સુંદર પ્રવૃત્તિ કરવા બદલ ટ્રસ્ટ પરિવાર અને ગ્રામજનોએ શાળાને પણ ખૂબ બિરદાવેલ.

Related Posts