દેશના યશસ્વિ અને વિકાસદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસને સમગ્ર દેશ અનોખી રીતે ઉજવ્યો તેમા સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના તરવરીયા સદસ્યો ધાર્મીક રામાણી, નેહલ રામાણી દ્રારા સમગ્ર અમરેલી જિલ્લામા અનોખીરીતે ઉજવવામા આવેલ જેમા તમામ શહેર–તાલુકા મથકે પ્રેરણાત્મક રંગોળી હરિફાઈનું આયોજન કરવામા આવેલ. વિવિધ પ્રકારની રંગોળીના નિર્માણમા હરિફાઈમા સ્પર્ધકો ઉમટી પડયા હતા અને પ્રધાનમંત્રીના જન્મ દિવસે પોતાની ભાવના રંગોળીમા પ્રદર્શીત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે.
સ્વામી વિવેકાનંદ રાજય યુવક બોર્ડ દ્રારા અમરેલી જીલ્લામા રંગોળી હરિફાઈ યોજાઈ

Recent Comments