અમરેલી

સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે કુ.રાજેશ્વરી રાજ્યગુરૂ ની અધ્યક્ષતા માં વાચન-શિબિર યોજાઇ ગઇ

દામનગર  શ્રી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક સ્કૂલ ખાતે વાચન-શિબિર યોજાઇ ગઇવિદ્યાભારતી ગુજરાત પ્રદેશ  પ્રેરિત આઝાદીનો અમૃત મહોત્સવ સમિતિ દ્વારા શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ દામનગર ખાતે લીલીયા તાલુકા   એકલેરા ના જાગૃત સરપંચ એડવોકેટ કુ. રાજેશ્વરી બેન રાજ્યગુરુ અઘ્યક્ષતામાં બાળ વાંચન-શિબિર યોજાઈ ગઈ. જેનું ઉદઘાટન આઝાદી કા અમૃત મહોત્સવ ના જીલ્લા અધ્યક્ષ કવિ મહેન્દ્રભાઈ  જોશીના હસ્તે કરવામાં આવેલ.

વિદ્યાભારતી અમરેલી સંકુલના પ્રમુખ ઇતેશભાઈ મહેતાએ સ્વાગત અને શિબિર નો હેતુ જણાવેલ જ્યારે  હકુભાઇ ગઢવી એ પ્રાસંગિક ઉદબોધન કરેલ.કાર્યક્રમમાં બાળકોએ વાંચન અને કથન કરેલ. કાર્યક્રમનું સંચાલન  મનાલીબેને કરેલ અને  અંત માં આભાર વિધિ શાળા સંચાલક ભાવેશભાઈ ગઢવીએ કરેલ ભાવનાબેન, કૃપાલીબેન દ્રષ્ટિબેન અને દીપકભાઈ રાવળ ઉપસ્થિતિ માં વાંચન શિબિર માં બાળપણ થી વાંચન માં રસ રુચિ વધે તે માટે સુંદર આયોજન યોજાયું હતું

Related Posts