fbpx
ભાવનગર

સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ને વાસુદેવ ધૂન મંડળ નું રૂા.૨,૧૧,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ અગીયાર હજાર પુરા નું અનુદાન પ્રાપ્ત થયું

ઉમરાળા ના ટીંબી બ્ર.૫.પૂ.સદ્ગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા કૃપા અને આશિર્વાદ થી નિર્માણ થયેલ તેમજ કાર્ય૨ત એવી તદ્નન વિનામૂલ્યે આરોગ્ય સેવા પ્રદાન કરતી હોસ્પિટલ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબીવર્તમાન સમયમાં જયારે યુવાવર્ગ વ્યસન અને ફેશનમાં બરબાદ થઈ ૨હયો છે તેવા સમયમાં “વાસુદેવ ધુન મંડળ, સુ૨ત” ના કાર્યદક્ષ, ઉત્સાહી અને સમાજસેવામાં વ્યસ્ત એવા યુવાનો કે જે પોતાનાં ધંધા-રોજગા૨ ક૨તા ક૨તા રાત્રીનાં સમયે કોઈના મૃત્યુ, તિથી, વાસ્તુ, કથા, શ્રાધ્ધ, જન્મદિવસ કે સારા-નરસા પ્રસંગે ધુન-ભજન કાર્યક્રમ આયોજન કરી તેમા એકત્રિત થતી ૨કમ ગૌસેવા તેમજ સમાજસેવા કરતી સેવાભાવી સંસ્થાઓને અર્પણ કરી એક સરાહનીય અને પ્રેરણાદાયી કાર્ય કરી રહયાં છે.“વાસુદેવ ધુન મંડળ, સુ૨ત” ના યુવાનો મારફત આપણી હોસ્પિટલને રૂા.૨,૧૧,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ અગીયાર હજાર પુરા નું અનુદાન પ્રાપ્ત થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાસુદેવ ધુન મંડળ, સુ૨ત મારફત વખતો વખત હોસ્પિટલમાં અનુદાન પ્રાપ્ત થઈ ૨હયું છે.આ યુવાનોને જેટલા બિરદાવીએ તેટલા ઓછા છે. સમગ્ર ટ્રસ્ટીમંડળે આ ઉત્સાહી અને સેવાભાવી યુવાનોનો હદયપુર્વકનો આભાર માનેલ છે. 

Follow Me:

Related Posts