ભાવનગર

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને જોધાણી પરિવાર દ્વારા રૂ. ૫,૧૧,૦૦૦ નું અનુદાન

ઉમરાળા ના ટિમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા તદ્ન નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં દાતા શ્રી રમેશભાઈ લક્ષ્મણભાઈ જોધાણી આંબરડી (ઢસા) હાલ-સુરત તા.૨૮.૦૯.૨૦૨૪ નાં રોજ આપણી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. હોસ્પિટલમાં ચાલતા સેવાકાર્યને રૂબરૂ નિહાળીને ખૂબ જ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલમાં પ્રસુતા બહેનોને ઓસડિયાયુકત સુખડીના પેકેટ એક વર્ષ સુધી આપવા માટે રૂા.૫,૧૧,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ અગીયાર હજાર પુરા નું અનુદાન આપવાની જાહેરાત કરેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે તેઓએ અગાઉ ગુરૂકૃપા અન્નક્ષેત્રમાં સતત ૫૩ દિવસ સુધી ભોજનપ્રસાદ માટે રૂા.૧૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા અગીયાર લાખ પુરા આપેલ તેમજ હોસ્પિટલમાં નિર્માણ રહેલ સીટી-સ્કેન, મેડીકલ સ્ટોર બિલ્ડીંગ માટે રૂા.૨૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એકવીસ લાખ પુરાનાં અનુદાનની જાહેરાત કરેલ છે. તેઓશ્રીનું ઉપપ્રમુખ-બી.એલ.રાજપરા, ખજાનચી-પરેશભાઈ ડોડીયા તથા ટ્રસ્ટી-લવજીભાઈ નાકરાણી દ્વારા સગુરૂદેવશ્રી નાં ‘જીવનચરિતામૃત’ ગ્રંથ, મોમેન્ટો અને શાલ અર્પણ કરીને સન્માનિત ક૨વામાં આવેલ.

Follow Me:

Related Posts