fbpx
ભાવનગર

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલને ઢસા પંચદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝ પરિવાર તરફ થી રૂ.૧,૫૧,૦૦૦/-નું અનુદાન

ઉમરાળા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી નિર્માણ થયેલ અને કાર્યરત એવી તદ્દન વિનામૂલ્યે સેવા પ્રદાન કરતી હોસ્પિટલ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ, ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (તા.ઉમરાળા, જી.ભાવનગ૨) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં ઢસાના વતની શ્રી પ્રવિણભાઈ ધનજીભાઈ કાકડીયા (પંચદિપ કોટન ઇન્ડસ્ટ્રીઝ) એ તેમના સુપુત્ર ચિ. મિત નાં શુભલગ્ન પ્રસંગે યોજેલ સત્કાર સમારોહમાં ભેટ સ્વરૂપે આવેલ બેંકમ રૂા.૧,૫૧,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ એકાવન હજા૨ પુરાનો ચેક હોસ્પિટલમાં દર્દીના૨ાયણ સા૨વા૨ અર્થે અર્પણ કરી સમાજને એક અનુકરણીય દાખલો બેસાડેલ છે. તેઓ શ્રીનું હોસ્પિટલનાં મંત્રી બી.એલ.રાજપરા સાહેબ દ્વારા બ્ર.પ.પૂ.સદ્ગુરૂદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં ‘જીવન ચરિતામૃત’ ગ્રંથ અને શાલ દ્વા૨ા સન્માનિત કરવામાં આવેલ છે. હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે શ્રી પ્રવિણભાઈ ધનજીભાઈ કાકડીયા અને તેમના પરીવારજનોનો હ્રદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.

Follow Me:

Related Posts