21 માર્ચ પાટણ જિલ્લા માટે ગૌરવનો દિવસ રહ્યો કારણકે પાટણ જિલ્લાના બે સંતો ભક્તિનિકેતન આશ્રમ દંતાલીના સંત સ્વામી સચ્ચિદાનંદ અને ગાંધી આશ્રમ ઝિલીયાના સંચાલક માલજીભાઈ દેસાઈને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા. આ બંને વિભૂતિઓને સમાજ-જીવનમાં અનેરા પ્રદાન બદલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સ્વામી સચ્ચિદાનંદજીને જોતાની સાથે વંદન કર્યા હતા.
રાષ્ટ્રપતિના હસ્તે પદ્મભૂષણ લઈ રહેલાં ભક્તિનિકેતન આશ્રમ દંતાલીના સંત સ્વામી સચ્ચિદાનંદની તસવીર રાષ્ટ્રપતિના હસ્તે પદ્મભૂષણ લઈ રહેલાં ભક્તિનિકેતન આશ્રમ દંતાલીના સંત સ્વામી સચ્ચિદાનંદની તસવીર મૂળ પાટણ જિલ્લાના મુજપુર ગામના વતની અને શ્રી ભક્તિનિકેતન આશ્રમ દંતાલી ખાતે થી સેવા કાર્યો કરી સમાજ-જીવનમાં અમૂલ્ય યોગદાન આપનાર જાણીતા લેખક તેમજ સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક સમાજ સુધારક તત્વજ્ઞાની માનવ કલ્યાણ વાદી જેવા કાર્યો કરતા કર્મયોગી સંત સ્વામી સચ્ચિદાનંદજી ને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ના હસ્તે પદ્મભૂષણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જ્યારે મૂળ ચાણસ્મા તાલુકાના લણવા ગામના વતની અને ગાંધી આશ્રમ ઝિલીયાના સંચાલક પ્રખર ગાંધીવાદી, પૂર્વ ધારાસભ્ય, બુનિયાદી શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણ અને સામાજિક કાર્ય સાથે દાયકાઓથી જોડાયેલા અને ગુજરાત વિદ્યાપીઠ સાથે પણ વર્ષોથી નાતો ધરાવતા સમાજ સેવક માલજીભાઈ દેસાઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ના હસ્તે પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બંને સમાજસેવકો ના સન્માનથી પાટણ જિલ્લામાં ખુશીની લહેર પ્રસરી હતી.
Recent Comments