સ્વીડન અને અમેરિકામાં જાહેર સ્થળો પર ફાયરિંગ, ૩ લોકોના મોત અને ૧૧ ઘાયલ
વિશ્વના ઘણા દેશોમાં ઓપન ફાયરિંગના કિસ્સાઓ સામે આવે છે. અમેરિકામાં અવારનવાર જાહેર સ્થળો પર ફાયરિંગની ઘટનાઓ સામે આવે છે. આ વખતે શાંતિપ્રિય દેશ સ્વીડનમાં (જીુીઙ્ઘીહ) ગોળીબાર થયો છે. જેમાં ૧૫ વર્ષના છોકરાનું મોત થયું હતું. જાેકે ફાયરિંગ પાછળનો હેતુ શું છે. કોઈ અંગત અદાવત હતી કે હુમલાખોર મોટું નુકશાન કરવાના ઈરાદે આવ્યો હતો. આ તમામ સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે. હજુ સુધી આ કેસમાં કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ સિવાય અમેરિકામાં પણ બે જગ્યાએ ફાયરિંગની ઘટના બની છે. જેમાં ૨ લોકોના મોત થયા હતા અને ૯ લોકો ઘાયલ થયા હતા. સ્વીડિશ પોલીસે જણાવ્યું કે સાંજે તેમને દક્ષિણ સ્ટોકહોમના એક સ્ક્વેર પાસે ગોળીબારની માહિતી મળી હતી. જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે બે લોકોને ગોળી વાગી હતી. એક છોકરાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
જ્યારે બીજાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સ્ટોકહોમ પોલીસના પ્રવક્તા ટોવ હાગે જણાવ્યું કેમૃત્યુ પામનાર છોકરો ૧૫ વર્ષનો છે. ઘાયલ થયેલો બીજાે વ્યક્તિ ૪૫ વર્ષનો છે અને જે મહિલાને ગોળી વાગી છે તે ૬૫ વર્ષની છે. ફાયરિંગ કરીને હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા પરંતુ પોલીસથી બચી શક્યા ન હતા. એક કલાક સુધી પોલીસને ચકમો આપ્યા બાદ આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તેઓએ આરોપોની તપાસ શરૂ કરી દીધી છે. અમેરિકાના કેન્સાસમાં પણ એક ઘટના સામે આવી છે. અહીં ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. ઇસ્ટ કેન્સાસ સિટીના એક રેસ્ટોરન્ટમાં રાત્રે ૯ વાગ્યાની આસપાસ ગોળીબાર થયો હતો. સાન ફ્રાન્સિસ્કોમાં પણ ઓપન ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં ૯ લોકો ઘાયલ થયા છે. પોલીસનું કહેવું છે કે આનાથી દરેકનો જીવ બચી જવાની આશા છે. પોલીસે જણાવ્યું કે તે ફાયરિંગ ટાર્ગેટ જેવું લાગે છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ કે ધરપકડની જાહેરાત કરવામાં આવી નથી. સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલે અહેવાલ આપ્યો છે કે રાત્રે ૯ વાગ્યા પછી ૨૪મી સ્ટ્રીટ અને ટ્રીટ એવન્યુના આંતરછેદ પાસેના કપડાંની દુકાનમાં પાર્ટી ચાલી રહી હતી. આ દરમિયાન ગોળીબાર થયો હતો.
Recent Comments