fbpx
અમરેલી

સ્વીપ અને ટીપ અંતર્ગત બાબરા જી.આઈ.ડી.સી. ખાતે મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયા : ચિત્ર, મહેંદી અને નિબંધ સ્પર્ધાનું આયોજન

તા.૦૧.૦૧.૨૦૨૫ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા હોય તેવા ભારતીય નાગરિકો મતદારયાદીમાં તેમના નામની નોંધણી કરાવી શકશે.સ્વીપ અને ટીપ એક્ટિવિટી અન્વયે બાબરા જી.આઈ.ડી.સી. ખાતે મતદાર નોંધણીને લઈને જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો, નવયુવાઓએ ભાગ લીધો હતો. અમરેલી જિલ્લામાં તાલુકાકક્ષાએ ચિત્ર, મહેંદી અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લીલીયા તાલુકાકક્ષાએ મતદાર જાગૃત્તિ અને મતદાર નોંધણી-સુધારા બાબતે જાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી, ચુનાવ પાઠશાળા કાર્યક્રમ પણ યોજાયો હતો. ગ્રામ્ય અને શહેરી કક્ષાએ યુવક-યુવતીઓને મતદાર નોંધણી, મત ઓળખપત્રમાં સુધારણા માટે માહિતગાર કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, ખાસ ઝુંબેશ અંગે નાગરિકોને જાણ કરવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, મતદાર તરીકે અગાઉથી નોંધાયેલા છે તેવા નાગરિકોએ મતદાર યાદીમાં નામ, વિગત, ફોટો અચૂક ચકાસી લેવો, જરુર જણાય તો ફેરફાર કરવા માટેની અરજી આપવી. નામ નોંધણી માટે અથવા ફેરફાર માટે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ, www.voterportal.eci.gov.inwww.nvsp.in  પોર્ટલ ઉપરાંત હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી વિગતો મેળવી શકાશે.

ખાસ બાબત છે કે, મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત નવેમ્બર-૨૦૨૪ માસની, તા.૨૩-શનિવાર, તા.૨૪-રવિવારના રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી સંબંધિત વિસ્તારના મતદાન મથક પર સંપર્ક કરવો. મતદારયાદીમાં નાગરિક-મતદાતાના નામ સાથે આધાર લીંક કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આથી, અમરેલી જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને મતદાતા યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts