fbpx
ભાવનગર

સ્વ.આલાભાઈ સાંડસુરની પુણ્યતિથિએ નિબંધ સ્પર્ધાનું આયોજન

ભાવનગર જિલ્લાના કેળવણીકાર સ્વ.આલાભાઈ સાંડસુરની દ્વિતીય પુણ્યતિથિ તા 3-2-22 ના અનુસંધાને એક નિબંધ સ્પર્ધાનું આયોજન શ્રી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા “મારી કેળવણી યાત્રા” વિષય પર કરવામાં આવેલ છે઼.આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાં ઈચ્છતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાજિક કાર્યકર્તાઓ નીચેના સરનામે પોતાનો નિબંધ તારીખ 31-12 -2021 સુધીમાં મોકલી આપે.નિબંધસ્પર્ધાના નિયમો..1,આ નિબંધ સ્પર્ધામાં 18 વર્ષથી ઉપરનાં કોઈપણ ભાગ લઈ શકશે.2, નિવૃત્ત કે પ્રવૃત જે શિક્ષક હોય તેને મેળવેલાં ગુણથી 5 ગુણ વધારાનાં મળવાપાત્ર રહેશે3, શિક્ષક કે કોઈપણે સ્વ.નો કોઈ અનુભવ લખવાનો નથી.પોતાનુ આત્મકથનાત્મક નહી પંરતુ સ્વૈચ્છિક રીતે પોતે તથા સમાજ શિક્ષણ માટે ક્રાંતિકારી ફેરફારોના અભિયાન અંગેના સુચનો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે.કોઈ પણ અનુભવ કે વર્ણનને ગ્રાહ્ય નહીં રાખી તેને રદ કરવામાં આવશે.નિબંધ રદ કરવાની સતા ચયન સમિતિને રહેશે.4, સરકારી શિક્ષણની પ્રાથમિક તથા માધ્યમિકની વર્તમાન શિક્ષણ સમસ્યા અને તેમાં સામુહિક રાજ્યકક્ષાએ લેવાં જોઈએ તેવા પગલાં, કાર્યોની નક્કર સુચિની રજુઆત જરુરી રહેશે.5, સરકારી પ્રાથમિક, માધ્યમિકમાં ધટતી વિદ્યાર્થીઓની સંખ્યા તે માટે શિક્ષકોની જવાબદારી,તે શિક્ષણને ગુણવત્તાયુક્ત કરવાં વધુંમાં વધું શાળાઓ સુધી પહોંચી શિક્ષકોમાં નિષ્ઠા,સમર્પિતતા, ગુણવત્તા ઊભી કરવા કેવાં કાયૅક્રમો સ્વયંસેવી સંસ્થાઓ ઉપાડી શકે કે જેમાં શિક્ષક ગરિમા અબાધિત રાખી સૌને એક તાંતણે બાંધી શકાય તેવી માર્ગદર્શિકા નિબંધમાં રજુ કરવાની રહેશે.6, ગુજરાતમાં આવું કાયૅ નમુનારુપ કરતી સંસ્થાઓને ઉદાહરણ તરીકે રજુ કરી શકાશે.7, નિબંધમાં નક્કર કાયૅક્રમોનું આયોજન અને અમલીકરણ હોવું જરુરી છે.8, “મારી કેળવણી યાત્રા “નિબંધ ઓછામાં ઓછાં 1000 શબ્દોનો હોવો આવશ્યક છે.જેમા પ્રસ્તાવના,શિક્ષણની સમસ્યા અને કારણો, સમસ્યાનુ નિરાકરણ અને નક્કર કાયૅક્રમો,તેના ઉપાયોના અંતરાય અને ઉપસંહાર તે મુજબ પ્રસ્તુતિ કરી શકશો.9, નિબંધ પોતાનો મૌલિક હોય અને સ્વ. હસ્તાક્ષરમાં અથવા ટાઈપ કરેલો હાડૅ કોપીમા નીચેના સરનામે ટપાલથી મોકલવાનો રહેશે.સોફ્ટ કોપી માન્ય રહેશે નહીં પણ તેની પછીથી વડૅ ફાઈલમાં મેઈલ કરી શકશો.આ સ્પધૉ ગુજરાત કક્ષાની ગણવાની રહેશે.10,પ્રથમ ત્રણ અને અન્ય આશ્ર્વાસન પુરસ્કારો પણ રહેશે.ભાગ લેનાર દરેકને ઈ- પ્રમાણપત્ર મેઈલથી મોકલાશે.રોકડ પુરસ્કારોની વિગતો જાન્યુઆરીમાં પરિણામની સાથે જાહેર કરવામાં આવશે.11,( અલગ કાગળ મા લખવું)દરેક સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, ઈમેલ આઈ.ડી, જન્મતારીખ, વ્યવસાય, શાળાનુ નામ સરનામું અને તેનો અનુભવ (વર્ષો માં), વોટ્સએપ નંબર, વિશિષ્ટ સિધ્ધિ આ બધું અલગ કાગળ મા લખી મોકલવું.નિબંધ મોકલવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 21ટપાલ સરનામું….12,પંસંદગી સમિતિ,આયોજન, સૌજન્ય વગેરે માટે મદદરૂપ બનવા ઈચ્છનારાં મહાનુભાવ અમને યાદ કરી શકે.આપ સૌ નિમંત્રિત છો.તખુભાઈ સાંડસુરમેનેજીંગ ટ્રસ્ટી, વિવેકાનંદ એજ્યુ.ટ્રસ્ટ.મુ વેળાવદર તા, ગારીયાધાર,જિ, ભાવનગર364505 મોં.નં 9427560366bapusaheb1961@gmail.com

Follow Me:

Related Posts