સ્વ.પુનાભાઈ લવજીભાઈ તળાવીયા ની પુણ્યતિથી જનકભાઈ તળાવીયા દ્વારા શાખપુર પાડરશીંગા માં વૃક્ષારોપણ
દામનગર સ્વ.પુનાભાઈ લવજીભાઈ તળાવીયા ની પુણ્યતિથી નિમિત્તે કરેલ સંકલ્પને સાકાર કરવા આંબરડી જિલ્લા પંચાયત સિટમાં સમાવિષ્ટ શાખપુર તેમજ પાડરશીંગા ગામે વૃક્ષારોપણ તેમજ સદસ્યતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યોઆંબરડી જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ શાખપુર તાલુકા પંચાયત સીટના તેમજ પાડરશીંગા ગામે સ્વ.પુનાભાઈ લવજીભાઈ તળાવીયા (આતા)નું ૭૫ વર્ષ ની ઉંમરે અવસાન થતાં લાઠી તાલુકા ના કાંચરડી ગામના વતની આંબરડી જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી શ્રી જનકભાઈ તળાવીયા પિતા સ્વ પુના આતા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે લાઠી તેમજ બાબરા તાલુકા ના તમામ ગામોમાં ૭૫-૭૫ વૃક્ષ અર્પણ કરી ઉછેરવાનો સંકલ્પ કર્યો હતો.ચોમાસાની સીઝનની શરૂઆત થતા આ સંકલ્પ ની શરૂઆત જનકભાઈ તળાવીયા દ્વારા લાઠી તાલુકા ના શાખપુર અને પાડરશીંગા ગામે સાકાર કરી ૭૫ વૃક્ષ ને વાવવાનો વૃક્ષારોપણ તેમજ આદરર્ણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શક મુજબ સદસ્યતા નોધણી અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ પ્રસંગે લાઠી તાલુકા ભાજપના મહામંત્રી દિનેશભાઇ જમોડ, તાલુકા પંચાયત સદસ્ય બાબુભાઇ ખુમાણ, જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી નજીરભાઇ મલેક, લાઠી તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ઉ.પ્રમુખ રમેશભાઈ સોલંકી,શાખપુર અને પડરશીંગા ગામના સરપંચ જસુભાઇ ખુમાણ અને રણજીતભાઇ ખુમાણ, બાવચંદભાઈ ઓડ, તેજાભાઈ કસોટીયા, લાલજીભાઈ સોલંકી, કૃપાલભાઈ સોલંકી લખમણભાઇ બલર, જેરામભાઈ બલર પરેશપરી ગોસ્વામી, દિનેશભાઈ બલર, ભરતપુરી બાપુ, મહેશપુરી બાપુ, જયંતીભાઈ ઝાપડિયા,વાલજીભાઈ સીતાપરા, ઘનશ્યામભાઈ જમોડ,કનુભાઈ શેખડા,વિનુભાઈ રાઠોડ,કાળુભાઈ શેખડા,બદરુભાઇ ખુમાણ,જોરુભાઈ ખુમાણ,સુરેશભાઈ રામાનંદી,હિંમતભાઈ જીંજરિયા,બાલાભાઈ બોળીયા,રમેશભાઈ ગજેરા, બન્ને ગામના આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામા ઉપસ્થીત રહ્યા.
Recent Comments