દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ સ્વ બાલાભાઈ કરશનભાઇ ના પુત્રરત્ન જ્યંતીભાઈ & દિનેશભાઇ યોજાયેલ નેત્રયજ્ઞ માં આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર અને વિના મૂલ્યે નેત્રમણી આરોપણ કરી આપતા આ સેવા યજ્ઞ માં દર્દી નારાયણો ને લાવવા લઈ જવા રહેવા જમવા અલ્પહાર આંખ ના ટીપાં દવા ચશ્માં ધાબળો સંપૂર્ણ મફત મોતિયા ના ઓપરેશન કેમ્પ માં દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો નેત્રયજ્ઞ નું દીપપ્રાગટય કરી સ્વ બાલાભાઈ નારોલા પરિવાર ના વાત્સલ્ય મૂર્તિ ચંપાબેન બાલાભાઈ નારોલા એવમ દિનેશભાઇ બાલાભાઈ પૌત્રરત્ન પીયૂસ જ્યંતીભાઈ મિત જ્યંતીભાઈ પરિવાર ના વરદહસ્તે કરી સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો હતો
સ્વ બાલાભાઈ કરશનભાઇ નારોલા ની પુણ્યસ્મૃતિ માં નેત્રયજ્ઞ યોજાયો

Recent Comments