સ્વ.મનુબાપુ ગોસાઈના સ્મર્ણાર્થે ધારી બજરંગ ગૃપ દ્વારા નિઃશુલ્ક નેત્રયજ્ઞમાં સવા સો દર્દીઓના ઓપરેશન
ધારી બજરંગ ગૃપ દ્વારા નિઃશુલ્ક નેત્રયજ્ઞમાં સવા સો દર્દીઓના ઓપરેશન
પૂજ્ય જયાબાના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો
ધારી બજરંગ ગૃપ અને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા માર્કેટીંગ યાર્ડ પરિસરમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવા સો દર્દીઓના મોતીયાબીંબના ઓપરેશન કરવામાં આવ્યા હતા
ધારી દશનામ સાધુ સમાજના સ્થાપક અને પ્રથમ પ્રમુખ સ્વ. મનુબાપુ ગોસાઈના સ્મર્ણાર્થે બજરંગ ગૃપ અને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા માર્કેટીંગ યાર્ડ પરિસરમાં યોજાયેલ નિઃશુલ્ક નેત્રયજ્ઞનું દિપ પ્રાગટય પૂજ્ય ગં.સ્વ. જયાબા ગોસાઈના વરદ હસ્તે કરી આંખનો કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો સતત ઉમટી રહેલા દર્દીઓની સંખ્યા સવા સો એ પહોંચી હતી સિવિલ હોસ્પિટલના તબીબ ડો. વિનોદ વાઘેલાના માર્ગદર્શન હેઠળ દર્દીઓને ખાસ બસ દ્વારા રાજકોટ ઓપરેશન માટે રવાના કર્યા હતા
બજરંગ ગૃપ પ્રમુખ પરેશભાઈ પટ્ટણી અને કાર્યકરો તરફથી અલ્પાહાર તેમજ ભોજનની સુંદર સાત્વિક વ્યવસ્થા કરવામાં આવી હતી આ તકે પેન્શનર સમાજના પ્રમુખ ભગુભાઈ પટ્ટણી, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઇ જોશી, ગાયત્રી ફાઉન્ડેશનના પ્રમુખ હિતેષભાઇ જોશી, ઉપસરપંચ જીજ્ઞેશગીરી ગોસાઈ, વેપારી મહામંડળ પ્રમુખ મુકેશભાઈ રૂપારેલિયા, ડી વી એસ પ્રમુખ વિનુભાઈ કાથરોટીયા, ગ્રા.સ. દિલીપભાઈ મેહતા, કોળી સમાજના અગ્રણી હરેશભાઇ મકવાણા, નિલેશભાઈ પટેલ, ગ્રા.સ. આરતીબેન ગોસાઈ, ગ્રા.સ.પૂનમબેન મકવાણા, આહિર અગ્રણી દિનેશભાઇ બાલદાણીયા, કોળી સમાજના અગ્રણી રમેશભાઈ મકવાણા, ડો. બિમલભાઈ સાપરા, મયુરભાઈ જોશી, દિનેશભાઈ લુણાગરિય, ગ્રા.સ. રાજેશભાઈ વાઘેલા (ભાદરવાભાઈ ), ગ્રા.સ. ધર્મેન્દ્રભાઈ લહેરૂ, અનિલભાઈ પુરોહિત, ગ્રા.સ. ભરતભાઈ પરમાર, ગ્રા.સ. કેશુભાઈ પરડવા, ગ્રા.સ. અપુભાઈ જયસ્વાલ, સેવાભાવી રમેશભાઈ કાતરીયા, સિકંદરભાઈ બ્લોચ, પત્રકાર સંજયભાઈ વાળા, મનીષભાઈ ધાંધિયા, ભાવેશભાઈ મકવાણા, પત્રકાર અરવિંદભાઈ દવે, હિમ્મતભાઈ સરવૈયા, દુર્ગેશભાઈ ઢોલરીયા, હિરેનભાઈ મકવાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments