સ્વ. હંસાબેન અશોકભાઈ દિઓરા ચેરીટેબલ ટ્રસ્ટ,પાલીતાણા દ્વારા મેનેજિંગ ટ્રસ્ટી ચેતનભાઇ દીઓરા પરિવાર, હરેશભાઈ મહેતા તથા પ્રશાંતભાઈની ઉપસ્થિતિમાં વાળુકડ કેન્દ્રવર્તી શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ 1 થી 8 ના 425 વિદ્યાર્થીઓને ઉપયોગી એવી 1150 ફુલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી ઉપયોગી પ્રવૃત્તિ કરનાર દાતાશ્રીઓને વાળુકડ એસએમસી સમિતિ તથા સરપંચ અને ગ્રામજનોની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર શાળા પરિવાર તરફથી શાળાના આચાર્યશ્રી દિલીપસિંહ રાઠોડ દ્વારા દાતા પરિવાર અને ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સ્વ. હંસાબેન અશોકભાઈ દિઓરા ચેરીટેબલ ટ્રસ્ટ,પાલીતાણા દ્વારા નોટબુકનું વિતરણ કરાયું.

Recent Comments