૧૪ માસ પૂર્વે ભુજના હીના પાર્કમાં હત્યા કર્યા બાદ ભચાઉના વિજપાસર પાસે મૃત હાલતમાં યુવાનને ફેંકી દેવાયો છે, તે બનાવના શુક્રવારે સાંજે જાહેરમાં ભુજના હંગામી બસ સ્ટેશન પાસે એક આરોપી ઉપર મૃતકના ભાઇ એવા ફરિયાદીએ છરી વડે હુમલો કર્યો હતો. જાહેરમાં છરીનો ઘા ઝીંકી દેવાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને પેટમાંથી આંતરડા બહાર નીકળી જતા તાત્કાલીક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં ચાર કલાક સુધી ઓપરેશન કરાયું હતું. તો છરી ભોંકનારને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
શહેરના મંગલમ ચાર રસ્તા નજીક હંગામી બસ સ્ટેશન પાસે સાંજે છ વાગ્યાના અરસામાં અવેશ અહેમદ અંસારી (રહે. હજીરા પાસે,ભુજ)વાળો રીક્ષામાં પેસેન્જર મુકવા માટે ત્યાં ગયો હતો, જયાં તેના ભાઇની ૧૪ માસ વર્ષ પૂર્વે હત્યા કરનારા આરોપી સમીર અમીરહશન અંસારી સાથે ભેટો થઇ ગયો હતો. સમીર અને અવેશ અંસારી વચ્ચે બોલાચાલી થઇ હતી જેમાં સમીરને પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને લોહી રેડાયું હતું.
જાહેરમાં છરીના ઘા ઝીંકી દેવાતા લોકોનું ટોળુ એકત્ર થયું હતું, માહોલ તંગ ન બને તે માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. છરીનો ઘા એટલો ઉંડો હતો કે પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા, તાત્કાલીક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ચાર કલાક સુધી ઓપરેશન કરાયું હતું. તો બીજી તરફ અવેશને પણ ઓછી વતી ઇજાઓ થતા તેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
Recent Comments