રાષ્ટ્રીય

હંગેરી અને સ્લોવાકિયાથી ભારતીયોને ઓપરેશન ગંગા હેઠળ ૧૫ ફ્લાઈટ દ્વારા ભારત પરત લાવવામાં આવશે

રશિયાએ યુક્રેન પર હુમલો તેજ કર્યા છે. આ હુમલા બાદ મોદી સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનું અભિયાન પણ તેજ કરી દીધું છે. વાયુસેનાનું ઝ્ર-૧૭ ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ પણ ભારતીય નાગરિકોને લાવવા માટે રવાના થયું છે. આ દરમિયાન યુક્રેનની સેનાએ દાવો કર્યો હતો કે રશિયન સેના ખાર્કિવ શહેરમાં પહોંચી ગઈ છે. આખી દુનિયા રશિયા પર યુદ્ધ ખતમ કરવા માટે સતત દબાણ કરી રહી છે.

ઘણા દેશોએ રશિયા પર ઘણા પ્રતિબંધો પણ લગાવ્યા છે. પરંતુ રશિયા તેને સ્વીકારવા તૈયાર નથી. ઓપરેશન ગંગા હેઠળ, હંગેરી, રોમાનિયા, પોલેન્ડ અને સ્લોવાકિયાથી ભારતીયોને સરહદી ચોકીઓ દ્વારા યુક્રેન છોડ્યા બાદ હવાઈ માર્ગે ઘરે લાવવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારતના અભિયાન ઓપરેશન ગંગા અંતર્ગત છેલ્લા ૨૪ કલાકમાં છ ફ્લાઈટ્‌સ ભારત માટે રવાના થઈ છે. જેમાં પોલેન્ડની પ્રથમ ફ્લાઈટનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ૧,૩૭૭થી વધુ ભારતીયોને યુક્રેનથી પરત લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બુધવારે કહ્યું કે યુક્રેન છોડનારા ભારતીયોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. અમારો અંદાજ છે કે અમારી એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારથી લગભગ ૧૭,૦૦૦ ભારતીય નાગરિકોએ યુક્રેનની સરહદો છોડી દીધી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી ૨૪ કલાકમાં ૧૫ ફ્લાઈટ્‌સ નિર્ધારિત છે. રશિયા અને યુક્રેન વચ્ચે સ્થિતિ વણસી રહી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે ભારત સરકાર ૨૬ ફેબ્રુઆરીથી ઓપરેશન ગંગા ચલાવી રહી છે. આ અંગે વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું કે અત્યાર સુધીમાં ૧૭,૦૦૦ ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે આગામી ૨૪ કલાકમાં સેંકડો ભારતીયોને ૧૫ ફ્લાઈટ દ્વારા વતન પરત લાવવામાં આવશે. પોલેન્ડે ફસાયેલા ભારતીયોને પોલેન્ડની સરહદમાં પ્રવેશવા માટે શક્ય તેટલી વહેલી તકે બુર્ડોમિઝ બોર્ડર પોસ્ટ પર પહોંચવાની સલાહ આપી છે, જેથી તેઓ સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શકે.

Related Posts