હજીરામાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી દોષિત જાહેર, 29મીએ સજા ફટકારાશે
સુરતના હજીરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે.અગાઉ પણ આરોપીએ એક બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.જો કે એ બાળકીએ ઈંટ મારીને પ્રતિકાર કર્યો હતો.જેથી તે બચી ગઈ હતી.પરંતુ આ બાળકી સાથે આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ છે. જેથી તેને કેપિટલ પનિશમેન્ટની સજા થાય તેવી માગ કરાશે. મહત્વનું છે કે એપ્રિલ મહિનામાં હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની સુજીત સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો.આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટયો હતો. આરોપી વિરુધ્ધ સરકારપક્ષના વિશેષ પુરાવા તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ આજે ચુકાદો પોક્સો કેસોની ખાસ અદાલતમાં જાહેર કરવામાં આવશે.આગામી 29મીના રોજ આરોપીને સજા ફટકારવામાં આવશે.
સુરતના હજીરા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં દોષિતને 29 ડિસેમ્બરે સજા સંભાળાવાશે. સરકારી વકીલે દોષિત સુજીત સાકેતને ફાંસીની સજાની માગણી કરી છે. દોષિત વિરુદ્ધ કોર્ટમાં અલગ અલગ 26 સાક્ષીઓની તપાસ રજૂ કરાઇ હતી ઉપરાંત 53 જેટલા દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવામાં આવ્યાં હતા. અગાઉની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ અન્ય એક બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.જો કે, તે બાળકીએ ઈંટ મારીને પ્રતિકાર કર્યો હતો. જેથી તે બચી ગઈ હતી.પરંતુ આ બાળકી સાથે આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ છે.મહત્વનું છે કે એપ્રિલ મહિનામાં હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની સુજીત સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો.આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટયો હતો
Recent Comments