હજીરામાં રાત્રે નીકળેલા યુવકને ઢોરમાર મરાયા બાદ પગલાં ન લેવાતાં ગામજનોની પોલીસ કમિશનરને રજૂઆત
હજીરા વિસ્તારના પટેલ ફળિયામાં રહેતા લખન પટેલ નામનો યુવક રાતે પોતાનો વિસ્તારમાં ફરવા નીકળ્યો હતો. તે દરમિયાન નજીવી બાબતે સરપંચ સાથે માથાકૂટ થતા સરપંચના પરિવારે તેને ઢોર માર્યો હતો. સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા હતા છતાં પોલીસ કાર્યવાહી યોગ્ય રીતે ન કરાવતા ગામ લોકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. હજીરા વિસ્તારના પટેલ ફળિયામાં રહેતા લખન પટેલ રાતે જમીને ગામમાં ચક્કર મારવા નીકળ્યો હતો. નિશાળ ફળિયામાં રહેતા ધનસુખભાઈ પટેલ અને તેના પરિવાર એ લખને ઢોર માર માર્યો હતો. લાકડાના ફટકા વડે માર માર્યા બાદ તેને ગાડી સાથે બાંધીને ઢસેડવામાં આવ્યો હતો.
યુવકને ગંભીર ઇજાઓ થઈ છે જેને લઈને લખનના પરિવારે હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યો હતી જાે કે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ સરપંચ અને તેના પરિવાર જનો સામે કોઈ પગલાં ન લેવાતા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. પોતાના દીકરાને ધનસુખભાઈ ગામના સરપંચ અને તેના પરિવાર એ માર માર્યો હોવાની માહિતી મળતાની સાથે જ લખનના પરિવારજનો પણ ત્યાં દોડી ગયા હતા. તમને જાણવા મળ્યું હતું કે તેમણે સરપંચની ગાડીના કાચ તોડી નાખ્યા છે માટે તેને માર મારવામાં આવ્યો છે. લખનની માસિક સ્થિતિ સારી ન હોવાનું તેઓ જાણતા હોવા છતાં પણ તેને માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ જાણે તાલીબાની સજા આપતા હોય તે રીતે તેને ગાડી સાથે બાંધીને રોડ ઉપર ઢસેડવામાં આવ્યો હતો.
જે દ્રશ્ય સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે ધનસુખ પટેલ અને તેના પરિવારના લોકોએ લખનને જબરજસ્ત માર માર્યો છે. ગાડી સાથે બાંધીને દશેડવામાં આવતા લખનના બરડા ઉપર ખૂબ ઈજા થઈ હોવાના નિશાન દેખાયા હતા તેમ જ તેની આંખની આસપાસ પણ ઈજા થઈ હોવાનું સ્પષ્ટ દેખાયો હતો. લખનને થયેલી ઇજાના કારણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ પરિવાર જનોઈ હજીરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને ધનસુખ પટેલ અને અન્ય પરિવારના ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી.
લખનની માતા હંસા પટેલે જણાવ્યું કે અમે અમારા દીકરાને આજ સુધી હાથ અડાડ્યો નથી અને આ સરપંચ કે જેને અમે ચૂંટણીને લાવ્યા હતા તેણે ગામના યુવકને આ રીતે માર માર્યો છે. ધનસુખ પટેલ અને તેના પરિવારની જે દાદાગીરી છે તેની સામે પોલીસ પણ જાણે કંઈક કરતી ન હોય તેવું લાગી રહ્યું છે. હજીરા પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી ન હોવાને કારણે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે સરપંચ હોવાને કારણે તે પોતાનો વગ નો ઉપયોગ કરી રહ્યો છે.
Recent Comments