હજુ ચોમાસાના પ્રારંભે જ સાવરકુંડલાના બાઢડા જાબાળ વચ્ચેના ત્રિવેણી ચેકડેમમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેફફાટ
હજુ ચોમાસાના પ્રારંભે જ અમરેલી જિલ્લામાં પડતા સચરાચર વરસાદમાં સાવરકુંડલાના બાઢડા જાબાળ વચ્ચેના ત્રિવેણી ચેકડેમમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેફફાટ થઈ રહ્યો છે ચોમામસના પ્રથમ પખવાડિયામાં જ ડેમમાં ગાબડું પડવાની ઘટના બની હોવા છતાં નીંભર તંત્ર ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવે છે એક તરફ સરકારના જળ સીંચયના પ્રયાસો સામે અમરેલી જિલ્લામાં જળ વેડફાટ થઈ રહ્યું હોય અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા અને જાબાળ ગામની વચ્ચે સુરજવડી ડેમ પર આવેલો ત્રિવેણી ચેકડેમ ગઇકાલે પ્રથમ ધોધમાર વરસાદથી સુરજવડી ડેમમાં પાણી આવ્યું હતું સુરજવડી ડેમ પર જ ત્રણ નદીઓ ભેગી થતી હોય ને ત્યાં ચેકડેમ બાંધવામાં આવ્યો છે જેનું ત્રિવેણી ડેમ નામ આપ્યું છે આ ત્રિવેણી ડેમમાં પાણી ભરવવાને કારણે આજુબાજુના જાબાળ, બાઢડા, શાંતિનગર સહિતના 6 થી 7 ગામડાઓ માટે આશીર્વાદ સમાન ત્રિવેણી ડેમમાં ગઈકાલે ડેમના ઓગનની બાજુમાં મસમોટું ગાબડું પડી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો ગઈકાલે ત્રિવેણી ચેકડેમ ઓવરફ્લો થઈને ચેકડેમ ઉપરથી 2 3 ફૂટ પાણી વહેતુ હતું પણ તંત્રની લાપરવાહીને કારણે ત્રિવેણી ડેમમાં ઓગનની બાજુમાં જ ગાબડું પડી જતા ખેડૂતોને આખા ચોમાસામાં ડેમના પાણીને કારણે ઉનાળુ શિયાળુ પાક સામે સવાલો ઉભા થયા છે ને અજુબાજુના ડેમ કાંઠાના ખેડૂતોનો માર્ગ પણ બંધ થઈ ગયો છે ને ડેમમાં જીવના જોખમે સામે કાંઠે ખેડૂતોને જવાની મજબૂરી છે ત્યારે જાબાળ ના પૂર્વ સરપંચ ભુપેન્દ્ર ભાઈ ખુમાણે અને બાઢડા ના સરપંચ શાંતિ ભાઈ પટેલે આ બાબતે તંત્ર માં રજુઆત કરી છે
—
Recent Comments