અમરેલી

હજુ તો ઉનાળાનો પ્રારંભ જ છે ત્યાં શાકભાજીના ભાવ આસમાને..

હજુ તો માત્ર ઉનાળાનો પ્રારંભ જ થયો છે ત્યાં જ સાવરકુંડલાના શહેરીજનો માટે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે.. તુરિયા ભીંડો ગુવાર  જેવા  શાકભાજી  એંશી થી સો  રૂપિયા કિલો વેચાણ થતાં જોવા મળે છે તો લીંબુના ભાવ પણ ૧૫૦ થી ૨૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાણ થતાં જોવા મળે છે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી આમજનતાની હાલત છે..ખાસકરીને ગૃહિણીઓ માટે આ ભાવવધારો ખરેખર માથાના દુઃખાવા સમાન બની જશે.. હજુ તો આગળ પ્રખર તાપ અને કાળો ઉનાળો તો બાકી છે ત્યાંજ શાકભાજીના ભાવ આમ કૂદકે ને ભૂસકે વધતાં ભાવોને લીધે ગૃહિણીઓને ઘરગૃહસ્થીનું બજેટ કેમ હેન્ડલ કરવું એ ચિંતા સતત  સતાવી રહી છે. એક તો ગજબની મોંઘવારી અને બેરોજગારીનો ભસ્માસૂર..!!! લોકોની આવકમાં વધારો ઓછો અને જાવકમાં વધારો વધતો જ જતો હોય ગૃહિણીઓના બજેટ વેરવિખેર થતાં જોવા મળે છે…

Related Posts