સામાજિક કાર્યકર્તા દિલશાદ શેખના જણાવ્યા અનુસાર હિન્દુ મુસ્લિમ શ્રઘ્ધાળુઓના આસ્થાના પ્રતિક એવા હઝરત મા-માઈસરોવરમા દરગાહ શરીફની ઉજવણી દરગાહ શરીફ અને ઉર્ષ કમિટીના પ્રમુખ સૈયદ સાદિકબાપુ કાદરીની રાહબરી હેઠળકોવિડ-19 ગાઈડલાઈન ઘ્યાને લઈ અત્યંત સાદગીથી કરવામાં આવેલ. આ પ્રસંગે ઉર્ષ કમિટીના હારૂનભાઈ લીલા, સૈયદ કુતુબુદીન બાપુ, સૈયદ રઝાકબાપુ કાદરી, રફીકબાપુ, પેપ્શીવાળા જાવેદખાન પઠાણ, દિલશાદ શેખ, હાજીભાઈ અશરફભાઈ અને ઉર્ષ કમિટીના સભ્યો ઉપસ્થિત રહેલ હતા. રાત્રે દરગાહ શરીફ ઉપર મિલાદનો કાર્યક્રમ રાખવામાં આવેલ. પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઉર્ષ પ્રસંગે પ્રથમ ચાદર સ્વ. અરૂણભાઈ જોષી બ્રાહ્મણ કુટુંબ તરફથી ચડાવવામાં આવેલ હતી. ઉર્ષ કમિટીના સૈયદ સાદિકબાપુ કાદરી, હારૂદભાઈ લીલા, સૈયદ અવ્વલમીયા બાપુએ ઉર્ષ પ્રસંગે સહકાર આપવા બદલ હિન્દુ મુસ્લિમ જનતાનો આભાર માનેલ. બોરસીદરા સૂફી બાબજી બાવાએ ઉર્ષ પ્રસંગે દુઆ અને શુભેચ્છા પાઠવેલ હતા.
હઝરત ‘મા-માઈસરોવરમા’ દરગાહ શરીફનાં ઉર્ષની ઉજવણી

Recent Comments