હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ભામણોજમાં જિયો ટાવરમાંથી ચોરી કર્યાની ઘટના સામે આવી
બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં હડાદ નજીક બામણોજના જિયો ટાવર નંબર (જીજે-ડીએનટીએ-ઈએનબી-૬૦૩૬) પરથી અજાણ્યા ઈસમો તારીખ ૧૦/૧૧/૨૦૨૨ના રોજ આર.આર.એસ પાવર જૂનો કેબલ વાયર આશરે ૪૩૨ મીટર તથા જૂની સિંપરી કેબલ આશરે ૧૨૦ મીટર તથા જૂના એસ.એમ.પી.એસી કંટ્રોલર પાવર ચોરી કરી લઈ ગયા હતા. જેની આશરે કિંમત ૧૨ હજાર ૩૦૦ માનવામાં આવી રહી છે.
જે બાબતની જાણ જિયો કંપનીમાં જે-તે સમયે કરવામાં આવી હતી, ત્યારે કંપની દ્વારા આસિસ્ટન્ટ મેનેજરને કોઈ કાર્યવાહી કરવા સૂચના આપી ન હતી. જ્યારે હવે કંપની દ્વારા આ અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધવા કંપનીના આસિસ્ટન્ટ મેનેજરને જાણ કરતાં હડાદ પોલીસ મથકે મોહમ્મદકલીમ મોહમદનજેર શેખ દ્વારા જિયો ટાવર પરથી આર.આર.એસ પાવર જૂના કેબલ વાયર આશરે ૪૩૨ મીટર તથા જૂના સિંપરી કેબલ આશરે ૧૨૦ મીટર તથા જૂના એસએમપી એસી કંટ્રોલર પાવર ચોરી થયા હોવાની હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Recent Comments