ગોહિલવાડનું હણોલ માત્ર માળખાકીય નહિ, શાસ્ત્ર અને સંસ્કૃતિનું પણ બની રહ્યું છે કેન્દ્ર કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાના ભગીરથ પ્રયત્નોથી તેત્રીસ નદીઓના નીર પધરાવી અસ્થિ વિસર્જન ક્ષેત્ર પણ બનશેવિકાસ માત્ર સુવિધાઓથી નહિ પણ જન જીવનની શાંતિ માટે પણ રહે તેવું થઈ રહ્યું છે. ગોહિલવાડનું હણોલ માત્ર માળખાકીય નહિ, શાસ્ત્ર અને સંસ્કૃતિનું પણ કેન્દ્ર બની રહ્યું છે. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાના ભગીરથ પ્રયત્નોથી તેત્રીસ નદીઓના નીર પધરાવી અહીંના અમૃત સરોવરમાં અસ્થિ વિસર્જન ક્ષેત્ર પણ બનશે.
એક પછી એક આર્થિક તબક્કાના વિકાસથી માનવીય મૂલ્યો કે સામાજિક સમરસતા અને શાંતિનું શું.? શાસ્ત્ર અને સંસ્કૃતિ માટે શું.? આ બધા પાસાઓને કેન્દ્રમાં રાખીને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા તેમના વિભાગ સાથે સતત કાર્યરત રહ્યા છે અને ગોહિલવાડનું હણોલ ગામ હવે અસ્થિ વિસર્જન માટેનું તીર્થ પણ બનશે.
વિકાસ માત્ર સુવિધાઓથી નહિ પણ જન જીવનની શાંતિ માટે પણ રહે તેવું થઈ રહ્યું છે. પાલિતાણા પાસેના હણોલ ગામ સમગ્ર રાષ્ટ્ર માટે નમૂનેદાર નહિ પણ પ્રેરણાદાયક બની રહ્યું છે. હણોલ માત્ર માળખાકીય નહિ, શાસ્ત્ર અને સંસ્કૃતિનું પણ કેન્દ્ર તીર્થ ગામ બની રહ્યું છે.
સહકાર, સેવા અને સંગઠન દ્વારા તીર્થ ગામ હણોલ તીર્થ ગામ બની રહ્યું છે. અહીંના અમૃત સરોવરમાં દેશનીતેત્રીસ નદીઓના નીર પધરાવી અસ્થિ વિસર્જન ક્ષેત્ર પણ બનશે, અને આ વિધિ શાસ્ત્રોક્ત રીતે થવા જઈ રહેલ છે. ભારતવર્ષના કેટલાંક અસ્થિ વિસર્જન તીર્થોમાં હવે ઉમેરો થયો છે. માતૃ અને પિતૃ અસ્થિ માટે કેટલાંક સ્થાનો વિશેષ મહાત્મ્ય ધરાવે છે, જે આપણે જાણીએ છીએ ત્યાં અહીંયા નિર્માણ થયેલ અમૃત સરોવરમાં માતૃ અને પિતૃ અસ્થિ વિસર્જન કરી શકાશે.
આ સપ્તાહે શનિવાર, રવિવાર તથા સોમવાર એટલે કે ઉત્તરાયણ પર્વો દરમિયાન તીર્થ ગામ હણોલ દેશ અને દુનિયામાં નકશામાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા અને અગ્રણીઓ સાથે ઉદ્યોગગૃહો, તંત્ર તથા ગ્રામજનોના શુભ પ્રયાસોથી સન્માનનીય સ્થાન પામી રહ્યું છે. અહી આ દિવસો દરમિયાન વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ આયોજન થઈ રહેલ છે.
Recent Comments