હણોલ સિંચાઈ યોજનામાંથી પાણી આપવા રજૂઆત
પાલિતાણા પંથકના ગામોમાં હણોલ સિંચાઈ યોજનામાંથી પાણી આપવા રજૂઆત સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને ભાવનગર જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી નાનુભાઈ ડાખરાએ મોકલી વિગતો ભાવનગર મંગળવાર તા.૧૩-૨-૨૦૨૪ પાલિતાણા પંથકના ગામોમાં હણોલ સિંચાઈ યોજનામાંથી પાણી આપવા સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને ભાવનગર જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી નાનુભાઈ ડાખરાએ વિગતો મોકલી રજૂઆત કરી છે.
સરકાર દ્વારા સૌની યોજના તળે હણોલ તળાવમાં પાણી પુરવઠો આપવામાં આવ્યો છે ત્યારે અહીથી નોંઘણવદર આસપાસના વિસ્તારમાં નદી તળાવોમાં પાણી છોડવા માટે માંગ રહેલી છે.ભાવનગર જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી નાનુભાઈ ડાખરાએ સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાનેવિગતો મોકલી છે અને રજૂઆત કરતાં જણાવ્યું છે કે, આ વિસ્તારના ૩૦થી ૪૦ જેટલાં ગામોમાં કોઈ મુખ્ય સિંચાઈ યોજના નથી તો હણોલ સિંચાઈ યોજના તળાવમાંથી આસપાસના ગામો માટે પાણી આપવામાં આવે તો રાહત થઈ શકે.
આ રજૂઆતમાં જણાવ્યા મુજબ નોંઘણવદર વિસ્તાર સહિત વાળુકડથી જમણવાવ સુધીના ગામો, આંકોલાળી, લોંઈચડા, સેંજળિયા, મોટી રાજસ્થળી, માલપરા, મોખડકા, ખાખરિયા, સરોડ વગેરે ગામોમાં નદી દ્વારા કે નવી સૂચિત નહેરો બનાવી તળાવો ભરવામાં આવે તો સરકાર દ્વારા ખેડૂતો માટે આશીર્વાદરૂપ નીવડી શકે તેમ છે.
Recent Comments