fbpx
ભાવનગર

હણોલ સિંચાઈ યોજનામાંથી પાણી છોડવામાં આવતાં ખુશી વ્યાપી

પાલિતાણા પંથકના ગામોમાં હણોલ સિંચાઈ યોજનામાંથી પાણી આપવા સિંચાઈ મંત્રી શ્રીને શ્રી નાનુભાઈ ડાખરા દ્વારા થયેલી રજૂઆતથી પાણી છોડવામાં આવ્યું છે, જેથી આ પંથકના ગામોનાં ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.સરકાર દ્વારા સૌની યોજના તળે હણોલ તળાવમાં પાણી પુરવઠો આપવામાં આવ્યો છે, જેમાંથી આસપાસના વિસ્તારમાં નદી તળાવોમાં પાણી છોડવામાં આવતા ખુશી રહેલી છે.ભાવનગર જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી નાનુભાઈ ડાખરાએ સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને વિગતો મોકલી છે અને રજૂઆત કરાતા હણોલ સિંચાઈ યોજના તળાવમાંથી આસપાસના ગામો માટે પાણી આપવામાં આવતા રાહત થઈ છે.

Follow Me:

Related Posts