fbpx
રાષ્ટ્રીય

હત્યા માટે વાઝે અને તેના સાથીદારોએ ૪૫ લાખની સોપારી આપી હતી

બરતરફ કરાયેલા પોલીસકર્મી સચિન વાઝે સહિત પકડાયેલા આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરવા માટે વધુ ૩૦ દિવસની માંગ કરતી અરજીમાં મંગળવારે વિશેષ અદાલત સમક્ષ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ વ્યાપક દલીલો આપતા જણાવ્યું હતું, આ કેસમાં ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યા કરવા માટે એક આરોપીએ ૪૫ લાખ રૂપિયા આપ્યા હતા.

૨૫ ફેબ્રુઆરીએ વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીક મળી આવી હતી. આરોપ છે કે ૪ માર્ચે સ્કોર્પિયોના માલિક હિરેનની હત્યા કરવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું, જિલેટિન સ્ટિક સાથે સ્કોર્પિયો રાખવાના સમગ્ર ષડયંત્રમં હિરેન એક “નબળી કડી” હતા અને ષડયંત્રથી વાકેફ હતા. જેથી તેનું જીવંત રહેવું આરોપીઓના એક મોટા પ્લાન માટે નિષ્ફળ બનાવનારું લાગી રહ્યું હતું. આ માટે તેની હત્યા કરવામાં આવી શકી હોય છે. હત્યા પહેલા હિરેનનો ફોન લાંબા સમય સુધી બંધ હતો અને બાદમાં પાલઘરમાં ફોનને નષ્ટ કરતાં પહેલા ચાલુ કરવામાં આવ્યો હતો જેથી તપાસને બીજા રવાડે ચડાવી શકાય. ફરિયાદી પક્ષે જણાવ્યું, તેઓ જાણવા ચોક્કસપણે જાણવા માગતા હતા કે કયા આરોપીએ આ કામ કર્યું છે.

ફરિયાદીએ જણાવ્યું, “એ રજૂ કરવામાં આવ્યું છે કે ષડયંત્રકારોએ મોટા ષડયંત્રના ભાગરૂપે અંબાણી પરિવારને ધમકી આપવા માટે વાહનમાં જિલેટીન સ્ટિક સાથે ધમકી પત્ર મૂક્યો હતો. ત્યારબાદ એક ધમકીભર્યો પત્ર જૈશ ઉલ હિન્દ દ્વારા પૈસાની માંગણી સાથે બહાર આવ્યો, જે ખૂબ જ ગંભીર કૃત્ય છે. તેથી આ કેસમાં આરોપી સાથે કોઈ આતંકવાદી સંગઠનની સંડોવણી અંગે ઊંડી તપાસની જરૂર છે.”

ફરિયાદીએ રજૂઆત કરી હતી, દિલ્હીમાં એક ટીમે ધમકી પત્ર બાબતે જુદા-જુદા નિવેદનો નોંધ્યા હતા. જૈશ ઉલ હિન્દની સંડોવણી અને જ્યાંથી મેસેજિંગ સર્વિસ ટેલિગ્રામ પર આ પત્ર અપલોડ કરવામાં આવ્યો હતો તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. ફરિયાદીએ કહ્યું, આરોપીઓ દ્વારા મિત્રો સમક્ષ વધારાની ન્યાયિક કબૂલાત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓ આતંકવાદી કૃત્ય કરવાના એક મોટા કાવતરામાં સામેલ હતા.

તપાસ એજન્સીએ એવી પણ રજૂઆત કરી હતી કે આરોપીઓ ખતરનાક છે અને તેમને જામીન આપવા જાેઇએ નહીં. ફરિયાદીએ દાવો કર્યો હતો. ૪-૫ સાક્ષીઓને ધમકી આપવામાં આવી હતી અને તેમને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે, જ્યારે કેટલાક અન્ય લોકોએ પોતાના જીવના ડરથી આગળ આવવાનો ઇનકાર કર્યો છે. “આરોપીઓમાં પોલીસ અધિકારીઓ છે અને તેઓ તપાસ એજન્સીને કેવી રીતે ટાળવી તે ખૂબ જાણે છે.”

કોર્ટમાં પોતાના જવાબમાં તપાસ એજન્સીએ કહ્યું, અત્યાર સુધીમાં ૧૫૦ થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. પ્રોસિક્યુશને પોતાના જવાબમાં કોર્ટમાં જણાવ્યું હતું, આ કેસમાં એક સાક્ષી અને જાણીતા પરિવારના વ્યક્તિએ જણાવ્યું હતું, તેઓ આ ઘટના પછી એટલા ભયભીત હતા કે તે જ દિવસે વેકેશન ગાળવા માટે જવાના હતા જે પ્લાને તેમણે કેન્સલ કર્યો હતો. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે હિરેનની હત્યા બાદ કેટલાક આરોપીઓ નેપાળ અને દુબઈ ગયા હતા.

Follow Me:

Related Posts