ભાવનગર

હનુમંત સંગીત મહોત્સવ, આજે સમાપન

ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે આજે મંગળવારે એવોર્ડ વિતરણ સાથે સળંગ 47માં હનુમંત સંગીત મહોત્સવનું સમાપન થશે.મહુવાના તલગાજરડા ખાતેના શ્રી ચિત્રકૂટ ધામ ખાતે આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે 8:30 કલાકે સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસા, આરતી સહિતના કાર્યક્રમો થશે. બાદમાં અહીં 12 વરિષ્ઠ કલા સાધકો ને વિવિધ એવોર્ડ પૂ. મોરારીબાપુ દ્વારા અર્પણ કરીને વંદના કરવામાં આવશે. બાદમાં મોરારીબાપુ નું પ્રાસંગિક ઉદબોધન રહેશે.હરિશ્ચંદ્ર જોશી ના સંચાલન આ બેનમૂન સંગીતિક ઉપક્રમ સંપન્ન થયો હતો. જયદેવભાઈ માંકડ તેમજ ચિત્રકૂટધામ પરિવાર, કૈલાસ ગુરુકુળના છાત્રો , વગેરે ની સક્રિય ભૂમિકા રહી હતી.

Follow Me:

Related Posts