હનુમાનજી ની જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી દાદા ના દર્શને પધારતા લાખો શ્રધ્ધાળુ ભાવિકો માટે મહાપ્રસાદ મંદિર પરિસર માં સર ટી ભાવનગર બ્લડ બેંક નો રક્તદાન કેમ્પ યોજાયો
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર દાદા ની જન્મ જ્યંતી એ લાખો શ્રધ્ધાળુ ભાવિકો નો તા ૨૨/૦૪/૨૪ ની સમી સાંજ થી અવિરત પ્રવાહ જિલ્લા મથક અમરેલી થી ભુરખિયા દામનગર થી શ્રી ભુરખિયા સુધી રોડ રસ્તા ઉપર પદયાત્રી ઓ માટે ઠેર ઠેર સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓ સંગઠનો દ્વારા ચા શરબત અલ્પહાર ઠંડા પીણાં ના સ્ટોલ સતત ખડેપગે સેવારત હજારો યુવાનો દ્વારા પદયાત્રી ઓ માટે પોરા રૂપ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ શ્રી ભુરખિયા ચેરીટેબલ ટ્રસ્ટ પૂજારી પરિવાર સમસ્ત ભુરખિયા ગામ જયભવાની સેના સેવા માટે તત્પર જોવા મળ્યા શ્રી ભુરખિયા મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ દુષયનભાઈ પારેખ કોશિકભાઈ પારેખ સુધીરભાઈ પારેખ અમરશીભાઈ પરમાર હિમતભાઈ કટારીયા જયન્દ્રભાઈ પારેખ દક્ષેશભાઈ પારેખ હરજીભાઈ નારોલા વજુભાઇ સિદ્ધપરા નરશીભાઈ ડોડીયા જીતુબાપુ નિમાવત મનીષબાપુ નિમાવત સમગ્ર કર્મચારી સ્ટાફ મેનેજમેન્ટ સ્વંયમ સેવકો ના સંકલન થી ઉજવાય ભવ્ય ચેત્રી પૂર્ણિમા પાવન પર્વ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર વાતકુલીન ફુવારા રોશની નો ઝળહળાટ મનોહર શૂગાર સાથે દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવતા શ્રધ્ધાળુ ભાવિકો હજારો દર્શનાર્થીઓ નો ભવ્ય અને દિવ્ય મેળો રચાયો હતો
Recent Comments