હમસફર ટ્રેનની અડફેટે યુવક આવી જતાં મોત થયું

વલસાડમાં ઔરંગા નદીના કિનારે ડુંગરી અને વલસાડ રેલવે સ્ટેશન વચ્ચે હમસફર સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક ૩૫ વર્ષીય અજાણ્યો યુવક આવી ગયો હતો. યુવકને થયેલી ગંભીર ઇજાઓને લઈને યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ જીઆરપીની ટીમને થતા જીઆરપીની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
જાે કે આ અકસ્માત હતો કે આપઘાત હતો એને લઈને હજુ વધુ તપાસ થયા બાદ વિગતો જાણવા મળશે. વલસાડમાં ઔરંગા નદીના કિનારે ડુંગરી અને વલસાડ રેલવે સ્ટેશન વચ્ચે રેલવે કિમિ નં.૨૦૦ના પોલ નં. ૨૬ અને ૨૮ વચ્ચે હમસફર ટ્રેનની અડફેટે એક ૩૫ વર્ષીય યુવક આવી ગયો હતો. ઘટના અંગે ટ્રેનના ડ્રાઈવરે વલસાડ રેલવે સ્ટેશન માસ્તરને જાણ કરી હતી.
સ્ટેશન માસ્તરે વલસાડ જીઆરપી પોલીસને ઘટનાની જાણ કરી હતી. વલસાડ જીઆરપીની ટીમે અજાણ્યા યુવકની લાશનો કબ્જાે મેળવી સોશિયલ મીડિયાના માધ્યમથી અગ્રણીઓને ફોટો મોકલાવી યુવકની ઓળખ કરવાનો અને અજાણ્યા યુવકના પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો છે. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
Recent Comments