fbpx
રાષ્ટ્રીય

હમાચલમાં BJP હાર અને અર્થવ્યવસ્થા પર TMC સાંસદની સ્પીચ થઇ વાયરલ

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ની સાંસદ મહુઆ મોઇત્રાએ આર્થિક સંકેતકો અને અર્થવ્યવસ્થાને સંભાળવાની સરકાર રીતને લઇને મંગળવારે તેના પર નિશાન સાધ્યું. ટીએમસી સાંસદે સવાલ કર્યો કે હવે ‘અસલી પપ્પૂ’ કોણ છે. લોકસભામાં ૨૦૨૨-૨૩ માટે ગ્રાન્ટની પૂરક માંગણીઓના પહેલા બેચ અને ૨૦૧૯-૨૦ માટે ગ્રાન્ટની વધારાની માંગો પર સોમવારે અધૂરી રહેલી ચર્ચને આગળ વધારતા મહુઆ મોઇત્રાએ કહ્યું, કોઇને નીચા દેખાડવા માટે ‘પપ્પૂ’ શબ્દાવલીનો ઉપયોગ કરવામાં આવ્યો. આંકડા દ્વારા ખબર પડે છે કે ‘અસલી પપ્પૂ’ કોણ છે. એનએસઓ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાનો હવાલો આપતાં તેમણે દાવો કર્યો કે ઓક્ટોબર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન ચાર ટકા ઘટી ગયો જે ૨૬ મહિનાના ન્યૂનતમ સ્તર પર છે. તેમણે કહ્યું વિદેશી મુદ્રા ભંડારમાં એક વર્ષની અંદર ૭૨ અરબ ડોલરનો ઘટાડો આવ્યો છે. તેમણે કહ્યું કે વિદેશ રાજ્ય મંત્રીએ સદનમાં જણાવ્યું કે ગત નવ વર્ષોમાં લાખો લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી. મોઇત્રાએ કહ્યું આમ કેમ થઇ રહ્યું છે લોકો નાગરિકતા છોડી રહ્યા છે.

મહુઆએ દાવો કર્યો કે વિરોધી પક્ષોના નેતાઓને હેરાન કરવા માટે ઇડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એ જણાવવું જાેઇએ કે ઇડીના મામલે દોષસિદ્ધિની ટકાવારી શું છે? શું ફક્ત લોકોને પરેશાન કરવા માટે આ એજન્સીનો ઉપયોગ થઇ રહ્યો છે? અસલી પપ્પૂ કોણ છે? તેમણે સવાલ કર્યો, સરકાર વધારાની આવક ખાસકરીને અન્ય આવકની વસૂલાત માટે શું કરી રહી છે? તૃણમૂલ સાંસદે નાણામંત્રી ર્નિમલા સીતારમણના એક નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું, અમે લોકોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. આપણો આ અધિકાર છે કે સરકારની અક્ષમતાને લઇને તેમને પ્રશ્ન કરીએ.

આ સરકારનો રાજધર્મ છે કે તે જવાબ આપે. તે ‘બિલાડી’ ની માફક વ્યવહાર ન કરે. તેમણે તાજેતરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો અને ખાસકરીને હિમાચલ પ્રદેશના પરિણામનો હવાલો આપતાં કહ્યું, સત્તારૂઢ પાર્ટીના અધ્યક્ષ પોતાના ગૃહ રાજ્યને બચાવી ન શક્યા. ત્યાં હારનો સામનો કરવો પડ્યો. હવે ‘અસલી પપ્પૂ’ કોણ છે? તૃણમૂલ સભ્યએ કહ્યું કે સરકાર તે હોવી જાેઇએ જે ‘મજબૂત નૈતિકતા’, ‘મજબૂત કાનૂન વ્યવસ્થા’ અને ‘મજબૂત અર્થવ્યવસ્થા’ સુનિશ્વિત કરે.

Follow Me:

Related Posts