હરણી બોટકાંડઃ વડોદરા કોર્ટે ૧૧ આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા
આ વર્ષે જાન્યુઆરીમાં વડોદરાના હરણી લેકમાં ભુલકાઓ અને શિક્ષકો ભરેલી બોટ પલટી ગઇ હતી. આ ઘટનામાં કુલ ૧૪ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટના પોલીસ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમની રચના કરવામાં આવી હતી. ટીમે એક પછી એક અલગ-અલગ જગ્યાઓથી ૨૦ આરોપીઓની ધરપકડ કરી હતી.
અગાઉ ચાર મહિલા આરોપી તેજલ દોશી, નેહા દોશી, નૂતન શાહ અને વૈશાખી શાહની જામીન અરજી વડોદરાની કોર્ટે ફગાવી દેતાં તેમણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં કોર્ટે શરતી મંજૂરી સાથે જામીન આપ્યા હતા, જે બાદ શુક્રવારે આ મામલે વડોદરા કોર્ટે ૧૧ આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં બીનીત કોટીયા, ગોપાલ શાહ, ધર્મીલ શાહ, ધર્મીન બાથાણી, દિપેન શાહ, રશ્મિકાંત પ્રજાપતિ, જતીન દોષી, વેદ પ્રકાશ યાદવ, અલ્પેશ ભટ્ટ સહિત ૧૧ આરોપીઓનો સમાવેશ થાય છે. હજી કોન્ટ્રાક્ટર સહિત બાકીના આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા નથી.
Recent Comments