હરદ્વાર ગોસ્વામીના પુસ્તકનું વિમોચન..

ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જાણીતા કવિશ્રી હરદ્વાર ગોસ્વામી લિખિત ‘ભારતનાં ૭૫ ગીત-સંગીતનાં રત્નો’ પુસ્તકનું વિમોચન તા. ૧ જાન્યુઆરી ૨૦૨૨, શનિવાર સાંજે ૬.૦૦ કલાકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE)ગાંધીનગર ખાતે યોજાશે. પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
ગુજરાતી પ્રશિષ્ટ વાર્તાઓ પર આધારિત ‘દાસ્તાનજોઈ’ની પ્રસ્તુતિ મુંબઈના જાણીતા કલાકાર પ્રતાપ સચદેવ, સેજલ પોન્દા, હેમાંગ વ્યાસ, પ્રીતા પંડ્યા,અલ્પેશ દિક્ષિત ઇત્યાદિ કરશે. સંચાલન હિતેન આનંદપરા અને દિગ્દર્શન પ્રિતેશ સોઢા કરશે. કલારસિકોને જાહેર નિમંત્રણ છે.
Recent Comments