સમાચાર યાદીહરિદ્વારમાં શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજીનાં વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહઆગામી બુધવારથી રાજ ગોહિલ પરિવાર દ્વારા આયોજનઈશ્વરિયા શુક્રવાર તા.૧૩-૯-૨૦૨૪હરિદ્વારમાં કથાકાર શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજીનાં વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયેલ છે.તીર્થક્ષેત્ર હરિદ્વારમાં રાજ ગોહિલ પરિવાર દ્વારા થયેલ આયોજન મુજબ આગામી બુધવાર તા.૧૮થી મંગળવાર તા.૨૪ દરમિયાન કથાકાર શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજીનાં વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે.શ્રી વૃજલાલ દયાળભાઈ ગોહેલ તથા પરિવારનાં સંકલન સાથે ગંગા કિનારે હરિદ્વારમાં શ્રી લોકનાથ ધર્મશાળામાં સર્વ પિતૃ મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહ આયોજન થયેલ છે.
હરિદ્વાર રામકૃષ્ણ શાસ્ત્રીજી ભાગવત સપ્તાહ

Recent Comments