fbpx
રાષ્ટ્રીય

હરિયાણાના અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે ફરતા જાેવા મળ્યા

આ દિવસોમાં રાહુલ ગાંધી ક્યારે અને ક્યાં જાેવા મળશે તે કહેવું ઘણું મુશ્કેલ છે. ક્યારેક ભારત જાેડો યાત્રામાં રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીર પહોંચી જાય છે તો ક્યારેક દિલ્હીના બંગાળી માર્કેટમાં વ્યંજનની મોજ માણતા જાેવા મળે છે. ત્યારે આ દિવસે રાહુલ ગાંધી દિલ્હીથી ટ્રકમાં બેસીને ચંદીગઢ જવા રવાના થયા હતા. આ દરમિયાન અંબાલા ઉતર્યા બાદ તેમણે ટ્રક ડ્રાઈવરો સાથે પણ વાત કરી હતી. તેમણે ડ્રાઇવરોના પ્રશ્નો અને તેમની સમસ્યાઓ પણ સમજ્યા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીની શાનદાર જીત બાદ રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. પાર્ટીનું કહેવું છે કે હવે તે ટોપ ગિયરમાં કામ કરશે. તે હવે જાેવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધી ‘ભારત જાેડો યાત્રા’ પર ગયા હતા. આ યાત્રા ૭ સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી. ૧૩૬ દિવસની આ યાત્રામાં રાહુલ ગાંધીએ ૪૦૦૦ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું. જે બાદ હવે ટ્રક યાત્રા કરી લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા છે.

રાહુલ ગાંધી તાજેતરમાં હરિયાણાના અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે ફરતા જાેવા મળ્યા હતા. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે રાહુલનો વીડિયો શેર કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ટ્રક ડ્રાઈવરોની સમસ્યાઓ જાણવા પહોંચ્યા અને તેમની સાથે વાત કરી. કેપ્શનમાં લખ્યું છે કે કોઈ એવી વ્યક્તિ છે જે સારી આવતીકાલ માટે કોઈપણ પ્રકારનું બલિદાન આપવા તૈયાર છે. કોઈ છે જે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યું છે. આ પહેલા રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું હતું કે નવા સંસદ ભવનનું ઉદ્‌ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જાેઈએ, વડાપ્રધાને નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ મેના રોજ સંસદના નવનિર્મિત ઈમારતનું ઉદ્‌ઘાટન કરવા જઈ રહ્યા છે. લોકસભા સચિવાલયે જણાવ્યું હતું કે નવનિર્મિત ઈમારતનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને તેનું ઉદ્‌ઘાટન કરવા વિનંતી કરી. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે રાહુલનો વીડિયો શેર કર્યો છે. શ્રીનેતાએ તેના કેપ્શનમાં લખ્યું છે કે, શા માટે તમે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, સિવિલ સર્વિસ માટે તૈયારી કરી રહેલા યુવાનો, ખેડૂતો, ડિલિવરી પાર્ટનર, બસમાં સામાન્ય નાગરિકો અને હવે અડધી રાત્રે ટ્રક ડ્રાઈવરને કેમ મળી રહ્યા છો? શું તે રાહુલ ગાંધી છે? કારણ કે તે આ દેશના લોકોની વાત સાંભળવા માંગે છે, તેમના પડકારો અને સમસ્યાઓ સમજવા માંગે છે.

Follow Me:

Related Posts