fbpx
રાષ્ટ્રીય

હરિયાણાના ભાજપના લોકસભા સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને કોંગ્રેસમાં જાેડાયા

લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ને મોટો ઝટકો લાગ્યો છે. હરિયાણાના ભાજપના લોકસભા સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે તેમને મળવા પહોંચ્યા. આ પછી તેઓ કોંગ્રેસમાં જાેડાશે. આટલું જ નહીં તેમના પિતા અને કેન્દ્ર સરકારના પૂર્વ ગવર્નર ચૌધરી બિરેન્દ્ર સિંહ પણ કોંગ્રેસમાં જાેડાવા જઈ રહ્યા છે, પરંતુ તેઓ પછીથી એક રેલી દરમિયાન પાર્ટીમાં જાેડાશે.આ પહેલા તેમણે રવિવારે ભગવા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.

તેમણે કહ્યું, ‘રાજકીય કારણોસર મને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાની ફરજ પડી છે. હું પાર્ટી અને રાષ્ટ્રીય અધ્યક્ષનો આભાર વ્યક્ત કરું છું.’ બ્રિજેન્દ્ર સિંહ પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહના પુત્ર છે અને તેમનો પરિવાર કોંગ્રેસ સાથે લાંબો સંબંધ ધરાવે છે. તમને જણાવી દઈએ કે કુલદીપ બિશ્નોઈ બીજેપીમાં જાેડાયા બાદ બ્રિજેન્દ્ર સિંહની ટિકિટ કાપવાની સતત ધમકીઓ મળી રહી હતી. આ સિવાય ચૌધરી બિરેન્દ્ર સિંહનો પરિવાર પણ જેજેપી ગઠબંધનના કારણે ભાજપથી નારાજ હતો. બ્રિજેન્દ્ર સિંહ ખેડૂતોના આંદોલન, અગ્નિવીર અને મહિલા કુસ્તીબાજાેના મુદ્દે નારાજ હતા.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેમણે હિસારથી દુષ્યંત ચૌટાલા અને ભવ્ય બિશ્નોઈને હરાવીને જીત મેળવી હતી. તેઓ ભૂતપૂર્વ અમલદાર અને પ્રખ્યાત ખેડૂત નેતા છોટુ રામના પૌત્ર છે. તેમના પિતા બિરેન્દ્ર કેન્દ્રીય મંત્રી હતા અને તેમની માતા પ્રેમલતા સિંહ ઉચાના વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા.

બ્રિજેન્દ્ર સિંહ પબ્લિક એકાઉન્ટ્‌સ કમિટી અને સ્ટેન્ડિંગ કમિટિ ઓન ડિફેન્સના સભ્ય પણ છે. તેઓ ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવા (ૈંછજી) અધિકારી છે જેમણે ૨૧ વર્ષ સુધી દેશની સેવા કર્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. ૧૯૯૮માં તેમણે સિવિલ સર્વિસ પરીક્ષામાં ૯મો રેન્ક મેળવ્યો હતો. બ્રિજેન્દ્ર સિંહે જેએનયુમાંથી આધુનિક ઇતિહાસમાં એમએ કર્યું છે. તે હરિયાણાના જીંદનો વતની છે.

બ્રિજેન્દ્ર સિંહે છેલ્લી લોકસભા ચૂંટણી ૨૦૧૯માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ સમય દરમિયાન, તેમના ચૂંટણી ભાષણ દરમિયાન, તેમણે દાવો કર્યો હતો કે તેઓ ભત્રીજાવાદની પેદાશ નથી. તે હરિયાણાના આઇકોન છોટુ રામનો પૌત્ર છે. ગત વર્ષે બ્રિજેન્દ્ર સિંહે ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતિય સતામણીના આરોપો પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજાેને જાહેરમાં સમર્થન આપ્યું હતું. એવી અટકળો ચાલી રહી હતી કે બ્રિજેન્દ્ર સિંહ ૨૦૨૨માં આમ આદમી પાર્ટીમાં જાેડાવાનું વિચારી રહ્યા છે. જાેકે, બાદમાં તેમણે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેમની છછઁમાં જાેડાવાની કોઈ યોજના નથી.

Follow Me:

Related Posts