હરિયાણાના હિસારમાં એક શખ્સે પોતાની પત્નીની કુહાડીની હત્યા કરી નાખી. પતિ દ્વારા આ કરતૂત ત્યારે થઈ જ્યારે ૩૦ વર્ષની રાજબાલા સરકારી હોસ્પિટલથઈ દવા લઈને પરત ફરી રહી હતી. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ શરુ કરી દીધી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જાણકારી અનુસાર, ગામ લાંઘડી રહેવાસી રોશન લાલના લગ્ન કિરઢંનની રહેવાસી રાજબાલા સાથે લગભગ ૭ વર્ષ પહેલા થઈ હતી. બંનેને એક ૬ વર્ષનો દીકરો છે, જે હાલમાં પોતાની નાની પાસે રહેતો હતો. ગામ લાંઘડીમાં રોશનલાલના ઘરની સામે એક અશોક નામનો છોકરો રહેતો હતો. જેનું તેના ઘરમાં આવન-જાવન રહેતું. આ દરમ્યાન અશોકનો રાજબાલાની સાથે પ્રેમ પ્રસંગ થઈ ગયો અને બંને લગભગ ૬ મહિના પહેલા ઘરેથી ભાગી ગયા હતા.
કેટલાય દિવસ બહાર રહ્યા બાદ બંનેએ હવે લાઘડીમાં રોશનના ઘરની સામે રહેવા લાગ્યા. ત્યાર બાદ પંચાયત થઈ હતી અને અશોક અને રાજબાલાને કોઈ અન્ય જગ્યાએ રહેવા માટે કહેવામાં આવ્યુ, પણ તેઓ આ ગામમાં રહી શકશે નહીં, જાે કે તેમણે આ વાત માની નહીં અને ત્યાં જ રહેવા લાગ્યા. આ વાતથી નારાજ રોશન લાલે બુધવારે પોતાની પત્નીની હત્યા કરી નાખી. ૪ મહિનાના ગર્ભવાળી પત્ની ૧૨ વાગ્યાની આસપાસ પીએચસી સેન્ટરમાંથી રસી લગાવીને આવી રહી હતી. તે સમયે રોશનલાલ ધારદાર હથિયાર લઈને પહોંચ્યો. તેની પત્ની જેવું ઈંજેક્શન લગાવીને બહાર નીકળી, તે જ સમયે રાજબાલા પર રોશને હુમલો કરી દીધો. ઘટનાસ્થળે ડોક્ટર્સે ત્યાં ઊભેલી એમ્બ્યુલન્સથી ઘાયલ અવસ્થામાં રાજબાલાને મેડિકલ મોકલી, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધી હતી. આ સમગ્ર ઘટના પીએચસીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસ આ મામલે તપાસ શરુ કરી દીધી છે.
Recent Comments