હરિયાણામાં રાજ્ય સરકારે શાળાના બાળકોમાં હિન્દી ભાષાની પકડ મજબૂત કરવા માટે એક અનોખી પહેલ કરી છે. રાજ્યની ૮૪૦૦ શાળાઓને ૫થી ૧૫ ઓક્ટોબર દરમિયાન બાળકોને રામલીલાની પ્રેક્ટિસ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યના લગભગ ૧૧ લાખ બાળકોને આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે. ત્યારબાદ ૧૬મી ઓક્ટોબરે દરેક શાળામાં નિપુણ મેળાનું આયોજન કરવામાં આવશે.
આ દરમિયાન બાલ રામલીલા રજૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ વિષયમાં બાળકોના વાલીઓને પણ સામેલ કરવાની યોજના બનાવી છે. આ સમગ્ર ઘટનાક્રમ માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગનું કહેવું છે કે આ સમગ્ર કાર્યક્રમ મૂળભૂત સાક્ષરતા અને જ્ઞાનને સમર્પિત હશે. વિભાગે કહ્યું છે કે આવા નાટકો કરવાથી બાળકોમાં ભાષાના વિકાસમાં મદદ મળે છે. બાળકોમાં બાળ રામાયણના સંવાદો બોલવા, વાંચવા અને લખવાથી તમામ બાળકોના ઉચ્ચાર સુધરે છે.
શિક્ષણ વિભાગે કહ્યું હતું કે ગયા વર્ષે પણ આવી જ એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પછી ખૂબ જ સકારાત્મક અસરો જાેવા મળી હતી. દ્ગઝ્રઈઇ્માં ધોરણ ૬ નું હિન્દી પુસ્તક બાળ રામ કથા છે. ઓક્ટોબરમાં શાળા કક્ષાએ આનું મંચન કરવામાં આવશે. આનો ઉદ્દેશ્ય નાના વર્ગોમાં ભણતા બાળકોમાં હિન્દી વિષય પ્રત્યે રસ અને સમજ કેળવવાનો છે. શિક્ષણ વિભાગે તેના આદેશમાં ૫ દ્રશ્યોનો ઉલ્લેખ કર્યો છે જેનું મંચન થવાનું છે, શાળા તેની રુચિ મુજબ કોઈપણ દ્રશ્ય પસંદ કરી શકે છે અને તેના આધારે મંચન કરી શકાય છે. જાે કોઈ શાળા અન્ય દ્રશ્યો સામેલ કરવા માંગતી હોય તો તેઓ તેને ધોરણ ૬ની બાળ રામ કથા પુસ્તકમાંથી પસંદ કરી શકે છે. વિદ્યાર્થીઓએ સ્ટેજીંગ માટે કોઈપણ પ્રકારનો યુનિફોર્મ ખરીદવાની રહેશે નહીં, પરંતુ પોશાક અને સામગ્રી શાળા દ્વારા જ સ્થાનિક સ્તરે પ્રદાન કરવામાં આવશે.
Recent Comments