હરિયાણામાં રોહતકની જાટ કોલેજમાં ફાયરિંગ, ૫ના મોત, ૩ ઈજાગ્રસ્ત
હરિયાણાથી મોટા સમાચાર સામે આવ્યા છે. રોહતકની એક કોલેજમાં શુક્રવારે ગોળીઓ ચાલી. બાઈક પર આવેલા કેટલાક અસમાજિક તત્વોએ ફાયરિંગ કરી દીધી. ટીવી મીડિયા રિપોટ્ર્સ અનુસાર, આ હુમલામાં કુલ આઠ લોકોને ગોળીઓ વાગી હતી. પાંચ લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે, જેમાં બે છોકરીઓ પણ છે. જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના કોલેજની છે. હુમલા પછી અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
ભાગદોડના કારણે ઘટનાને નજરે જાેનારા સાક્ષીઓ પણ મળ્યા નથી. જે લોકો તે સમયે હાજર હતા, તેઓ પણ બદમાશોની ગાડીનો નંબર અને અન્ય ઓળખ ઉપર વધારે ધ્યાન આપી શક્યા નહતા. ઘટના પછી વિસ્તારમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. જાેકે પોલીસનું કહેવું છે કે, તેઓ શોધ-ખોળ કરી રહ્યાં છે. પોલીસે કહ્યું કે, આરોપીઓને કોઈપણ કિંમત ઉપર છોડવામાં આવશે નહીં.
આ વચ્ચે સૂત્રોના હવાલાથી રિપોટ્ર્સમાં ઘટના પાછળ જૂની અદાવત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનામાં બદમાશોએ હોલમાં અંધાધૂંધ ફાયરિંગ કરીને તેઓ ફરાર થઈ ગયા. ઘટનામાં કોચ-ખેલાડીઓ ગોળીઓનિ ચપેટમાં આવી ગયા. જાણકારી અનુસાર, ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલમાં સારવાર ચાલી રહી છે.
Recent Comments